નવા વર્ષની શરૂઆતમાં અનેક જગ્યાએ પાર્ટીઓની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્ર્રના પુણેમાં એક પબ દ્રારા આપવામાં આવેલા આમંત્રણને લઈને હોબાળો થયો છે. જણાવવામાં આવ્યું છે કે પબ દ્રારા આમંત્રિત લોકોને કોન્ડોમ સહિત અન્ય ઘણી વસ્તુઓ પણ મોકલવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે તપાસ શ કરી છે. પુણેના એક પબમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટીમાં આમંત્રણો સાથે કથિત રીતે મોકલવામાં આવતા કોન્ડોમ અને ઓઆરએસ સોલ્યુશનના પેકેટો પર વિવાદ થયો હતો, જેના પગલે પોલીસે આમંત્રિતોના નિવેદનો નોંધ્યા છે. કોન્ડોમના પેકેટ અને ઓઆરએસ સોલ્યુશનની તસવીરો સાથેનું આમંત્રણ વાઈરલ થયા બાદ મહારાષ્ટ્ર્ર પ્રદેશ યુથ કોંગ્રેસે પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારને ફરિયાદ નોંધાવી હતી અને પબના મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. મહારાષ્ટ્ર્ર પ્રદેશ યુથ કોંગ્રેસના સભ્ય અક્ષય જૈને સોમવારે કહ્યું, 'અમે પબ અને નાઈટલાઈફની વિદ્ધ નથી. જો કે, યુવાનોને આકર્ષવા માટે આ પ્રકારની માર્કેટિંગ વ્યૂહરચના પુણે શહેરની પરંપરાઓ વિદ્ધ છે. અમે પોલીસ પાસેથી પબ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.
એક વરિ પોલીસ અધિકારીએ રવિવારે ફરિયાદ મળ્યાની પુષ્ટ્રિ કરી હતી. તેમણે કહ્યું, અમે કાર્યક્રમમાં હાજરી આપનારા ઘણા આમંત્રિતોના નિવેદન નોંધ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech