ગોંડલના વોરાકોટડા ગામ પાસે આવેલા પ્લાન્ટમાં રાત્રિના કોઈ તસ્કરોએ અટકી પિયા ૫૪ હજારની કિંમતના ૧૮૦૦ મીટર કોપર વાયરની ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નાના મવા રોડ પર શાક્રીનગર અજમેરા પાસે કલ્યાણ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ હરિભાઈ વેકરીયા(ઉ.વ ૫૫) દ્રારા આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં દિનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અલ્પા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી નામના પ્લાન્ટમાં છેલ્લા ૩૫ વર્ષથી નોકરી કરે છે અને વોરાકોટડા ગામે આવેલ અલ્પા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્લાન્ટમાં છેલ્લા ત્રણ મહિનાથી મેનેજર તરીકે ફરજ બજાવે છે.
ગત તારીખ ૧૨૧૧ ના રોજ તેઓ ઘરેથી પ્લાન્ટ જવા માટે નીકળ્યા હતા દરમિયાન અહીં પ્લાન્ટમાં અન્ય મેનેજર મનોજભાઈ ત્રિવેદી(રહે. ગોંડલ) નો તેમને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા વોરાકોટડા ગામે આવેલ પ્લાન્ટમાં તારીખ ૧૧૧૧ ના રાત્રીના કોઈ શખસો કોપર વાયર કાપીને ચોરી કરી ગયા છે. જેથી ફરિયાદી બપોરના અહીં પ્લાન્ટ પહોંચ્યા હતા અને અહીં આવી તપાસ કરતા પ્લાન્ટમાં ફીટ કરેલ વાયરો કપાઈ ગયેલા હોય આજુબાજુમાં તપાસ કરતા કયાંય જોવા મળ્યા ન હતા. બાદમાં પ્લાન્ટના માલિક ચેતનભાઇ ગોંડલીયાને જાણ કરી હતી અને ત્યારબાદ અહીં પ્લાન્ટ માંથી ૧૮૦૦ મીટર કોપર કેબલ કિંમત પિયા ૫૪ હજારની ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech