રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઇ છે. કેટલીક જગ્યાએ બ્રિજ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રોડ તૂટવાના બનાવ સામે આવ્યા છે. રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક બનેલો રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે. વરસાદમાં ખખડધજ બની ગયેલા આ રોડ પર કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ તંત્ર જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ રોડ પર કોઇ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.
તંત્રનો ભ્રષ્ટાચાર આવ્યો સામે
રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક રોડ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે. આ રોડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે થોડા વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઇ ગયો છે અને એક તરફનો રોડ જ તૂટી ગયો છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોઇ શકાય છે.
રાજકોટ લીંબડી હાઇવે પર અનેક વાહનોની અવર જવર રહે છે ત્યારે આ રોડ તૂટી જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech