જામનગરનાં વેપારી સિલ્વર મેટલ ટ્રેડીંગનાં પ્રોપરાઈટર સાજીદ મહંમદ કાસમાણી પાસેથી AINMENT METAL નામની પેઢી કે જે દરેડ મુકામે આવેલ છે તેઓએ પોતાનાં ધંધાનાં વિકાસ અર્થે ફરીયાદી પાસેથી મિત્રતાનાં નાતે નાણાંની માંગણી કરતાં ફરીયાદીએ AINMENT METAL પેઢીને અલગ અલગ તારીખે નેફટ મારફત રકમ આપેલ હોય અને તે લેણી રકમ પરતની માંગણી ફરીયાદીએ કરતાં AINMENT METAL નામની પેઢીએ ફરીયાદીને તા. ૧૫-૭-૨૦૨૪ નાં રોજનો રૂા. ૪,૦૦,૦૦૦નો ચેક આપેલ જે ચેક બેંકમાં ફરીયાદીએ રજૂ કરતાં સદરહું ચેક સ્ટોપ પેમેન્ટનાં કારણે પરત ફરતાં ફરીયાદીએ આરોપીઓને વકીલ મારફત નોટીસ મોકલેલ જે નોટીસ બજી જતાં નોટીસમાં જણાવ્યા મુજબની રકમ ફરીયાદીને વસુલ આપેલ ના હોય કે નોટીસનો અમલ કરેલ ના હોય કે નોટીસનો જવાબ આપેલ ના હોય, આથી, ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે જે મુજબ કોર્ટે આરોપીઓને સમન્સ ઈશ્યુ કરવાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ નયન એમ. મણીયાર રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech