ઓમ શ્રી જયીષ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ: ૩૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
ઓમ શ્રી જયીષ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા "ક્યુટ એન્ડ હેલ્ધી બેબી સ્માર્ટ કિડ્સ જજમેન્ટ રાઉન્ડ" તારીખ ૧૦ મે ૨૦૨૫ ના રોજ ટાઉનહોલ ખાતે સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેકનું મૂલ્યાંકન નિષ્ઠાપૂર્વક અને આનંદભેર કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ૨૫ પ્રતિષ્ઠિત જજેસના પેનલ દ્વારા સચોટ અને પારદર્શક રીતે નિર્ણય લેવાયો હતો. મુખ્ય જજ તરીકે ભવનાબેન રાણા, કૃષ્ણાબેન ચંદ્રીયા અને ધાત્રીબેન પટેલે નેતૃત્વ આપ્યું હતું. તેઓના માર્ગદર્શન હેઠળ નીચેના માન્ય જજોએ સંપૂર્ણ સહયોગ આપ્યો. રોટરીયન ધર્મિષ્ઠાબેન નાકુમ, ડૉ. જીતલશ્રી, પ્રલીરોડાસીર, અલ્પાબેન કામદાર, રોટરીયન વર્ષાબેન ઓડેદરા, રોટરીયન સોનલબેન કેશવાલા, રોટરીયન જક્ષાબેન સુઆત્રિયા અને બિંદિયાબેન, જેમણે પોતાના અનુભવ અને સ્નેહથી આ કાર્યક્રમને ગૌરવ આપ્યું.
આ સંપૂર્ણ આયોજનની પચ્છાલ ટ્રસ્ટીઓ ડૉ. મિત્તલબેન પટેલ, ગીતા પિપાડિયા અને દિપાલિબેન પટેલે પોતાની નિષ્ઠા અને સંકલ્પથી મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો. તમામ વાલીઓ, બાળકો, સ્વયંસેવકો અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.