ગાંધીનગરની પીડીપીયુ હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં પીડીપીયુ કેમ્પસમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ડીપીયુની હોસ્ટેલ ખાતે યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતું મોત કેવી રીતે થયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલ યુવતીના મૃતદેહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં રાયસણમાં પીડીપીયુની હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અહી રહેતા હોય છે. ત્યારે આ જે પીડીપીયુ હોસ્ટેલમાંથી એક યુવતિની લાશ મળી આવી છે. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતિએ ાત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ કરવી જરૂરી બની છે.
ગાંધીનગરનાં રાયસણ પીડીપીયુ કોલેજની હોસ્ટેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. એક વિદ્યાર્થીના પર્સમાંથી ૧૧ હજાર રોકડા ચોરાઈ ગયા હતા. હોસ્ટેલના રૂમના કબાટમાં રાખેલ પર્સમાંથી બે વખત ચોરી થવા અંગે વિદ્યાર્થીએ હોસ્ટેલ મેનેજમેન્ટમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં વિદ્યાર્થી દ્વારા તે સમયે ફરિયાદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓની માફી માંગતા યુઝર્સ ભડક્યા
May 11, 2025 04:18 PM'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech