આજે સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર અંગે મોટી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ કારણે, આને લગતી મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકાતી નથી. જ્યારે રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું કે, અમે સરકારની સાથે છીએ.
સર્વપક્ષીય બેઠક પછી, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, બધા નેતાઓએ પોતાના વિચારો અને પાર્ટીના વિચારો રજૂ કર્યા. મારું માનવું છે કે બધા નેતાઓએ પરિપક્વતા દર્શાવી છે. જ્યારે દેશ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે રાજકારણ માટે કોઈ સ્થાન નથી. આપણી સેનાએ કરેલી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. આખો દેશ આપણી સાથે છે.
સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે બધા સરકાર સાથે છીએ. તેમણે કહ્યું કે જે માહિતી આપવામાં આવી છે તે જાહેરમાં શેર કરી શકાતી નથી.
દીકરીઓના સિંદૂર ભૂંસી નાખ્યા તેઓ બરબાદ થઈ ગયા
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, એક તરફ દેશમાં IPL ચાલી રહી છે અને બીજી તરફ આતંકવાદીઓને નષ્ટ કરવા માટે એક વિશાળ અભિયાન પણ ચાલી રહ્યું છે. આપણી દીકરીઓના કપાળ પરથી સિંદૂર લૂછી નાખનારા આતંકવાદીઓનો નાશ થયો છે.
NSA અજિત ડોભાલ, ગૃહ સચિવની PM મોદી સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NSA અજિત ડોભાલ સાથે મુલાકાત કરી. આ મીટિંગ પૂરી થઈ. હવે ગૃહ સચિવ પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech