દિલ્હીમાં છેલ્લા આઠ વર્ષમાં પહેલીવાર ગઈકાલે પ્રજાસત્તાક દિવસે હવામાન સૌથી ગરમ રહ્યું. મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, અગાઉ 26 જાન્યુઆરી, 2017 ના રોજ રાજધાનીમાં મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, 26 જાન્યુઆરીએ દિલ્હીના તાપમાનમાં ઘણી વધઘટ થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1991 થી આ દિવસનો મહત્તમ લાંબા ગાળાનો સરેરાશ (એલપીએ) 22.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યો છે પરંતુ તાજેતરના વર્ષોમાં તાપમાન ઠંડુ રહ્યું છે. 2024માં 20.6 ડિગ્રી સેલ્સિયસ, 2023માં17.3 ડિગ્રી સેલ્સિયસ અને 2022માં 16.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આઈએમડીએ દિલ્હીમાં સામાન્ય મહત્તમ તાપમાન કરતાં સતત ઉપર રહેવા માટે સ્વચ્છ આકાશ અને સૂકા ઉત્તરપશ્ચિમ પવનોને જવાબદાર ગણાવ્યા છે. દરમિયાન, સ્કાયમેટના ઉપપ્રમુખ મહેશ પાલાવતે જણાવ્યું હતું કે તાજેતરમાં પશ્ચિમી વિક્ષેપોના કારણે ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવષર્િ થઈ હોવા છતા દિવસ દરમિયાન તડકાવાળા વાતાવરણને કારણે દિલ્હીના મહત્તમ તાપમાન પર કોઈ અસર થઈ નથી.
જોકે સ્વચ્છ આકાશ અને ઉત્તરપશ્ચિમી પવનોને કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું છે. અગાઉ, શનિવારે લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ અને શુક્રવારે 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે દિલ્હીમાં ધુમ્મસ રહેશે. લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 28 જાન્યુઆરીથી આ પ્રદેશમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થશે. આઈએમડી અનુસાર, સપ્તાહના અંતે લઘુત્તમ તાપમાન 9 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે જ્યારે મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) 216 હતો, જે ’ખરાબ’ શ્રેણીમાં આવે છે. શનિવારે એક્યુઆઈ 174 નોંધાયું હતું. દિલ્હી માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી (ઈડબ્લ્યુએસ) અનુસાર, 27 અને 28 જાન્યુઆરીએ એક્યુઆઈ સ્તર ’ખરાબ’ શ્રેણીમાં રહેવાની આગાહી છે. 29 જાન્યુઆરી સુધીમાં, તે ’ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે આઈએમએફમાં પાકની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 10:41 AM3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech