સાબરમતી જેલમાં બધં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર વેબ સિરીઝ 'લોરેન્સ– અ ગેંગસ્ટર સ્ટોરી વેબ સિરીઝ' બનાવવામાં આવી રહી છે. તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, આ દરમિયાન આ વેબ સિરીઝ પર પ્રતિબધં મૂકવાની માંગ કરવામાં આવી છે. આ માટે એક પીઆઈએલ પણ જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગેંગસ્ટરની સરખામણી શહીદ ભગત સિંહ સાથે કરવામાં આવી છે અને તેનાથી દેશભકતોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ પર પ્રતિબધં લગાવવા માટે દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર લખનૌના વકીલ પ્રશાંત ચૌધરીએ કહ્યું, મેં લોરેન્સ અ ગેંગસ્ટરનું ટ્રેલર જોયું, જેમાં એક ગેંગસ્ટરની સરખામણી શહીદ ભગત સિંહ સાથે કરવામાં આવી છે. યારે મેં તેને જોયું તો મારી લાગણીઓ દુભાઈ હતી. કોઈ દિગ્દર્શક કે નિર્માતા આવી વેબ સિરીઝ રીલિઝ કરે અથવા કોઈ પ્લેટફોર્મ પર તેનું ટીઝર અપલોડ કરે તો મારા જેવા ઘણા દેશભકતો હશે જેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચશે જો. આપણે અસ્વીકાર સાથે આગળ વધવું જોઈએ અને શહીદ ભગતસિંહ સ્વતંત્રતા સેનાની હતા અને આ પીઆઈએલ દાખલ કરવાનું કારણ એ હતું કે તેને ખોટી રીતે દર્શાવવામાં ન આવે.
આ વેબ સિરીઝ ફિલ્મ પ્રોડુસર અમિત જાનીની 'જાની ફાયર ફોકસ ફિલ્મ્સ'ના બેનર હેઠળ બની રહી છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. પંજાબી સિંગર સિદ્ધત્પ મૂઝવાલાની હત્યા, પંજાબમાં ડ્રગ્સનો વેપાર અને મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા પણ આ ટ્રેલરમાં બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમેકર અમિત જાની પણ પાકિસ્તાનથી આવેલા સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી અને રાજસ્થાનમાં કન્હૈયા લાલ મર્ડર કેસ પર ફિલ્મ બનાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech