અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા અને આ દિવસે ગુરુનું અનેરું મહત્વ જોવા મળે છે ગુરુપૂર્ણિમા ની ઠેર ઠેર ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગોંડલના સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે પણ ગુરુપુર્ણિમાની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવવા આવી હતી. રામજી મંદિરના મહંત જયરામદાસજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો ઘોડાપૂર ઉમટયુ હતું.
ગોંડલ રામજી મંદિરે સદગુરુદેવ રણછોડદાસજી મહારાજની નિશ્રામાં મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદ અને મહંત જયરામદાસજી મહારાજની પ્રેરક ઉપસ્િિત વચ્ચે આજે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુપૂર્ણિમામા ગુરૂના દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા.
ગુરુપૂર્ણિમાના દિવસે નવકૂંડી રામ મહાયજ્ઞ, પાદુકા પૂજન, ગુરુ વંદના, આશીર્વચન તેમજ સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે રણછોડદાસજી મહારાજ તેમજ હરિચરણદાસ મહારાજના પાદુકા પૂજન રામજી મંદિરના મહંત જયરામદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું નવકૂંડી શ્રી રામ મહાયજ્ઞ સવારે શરૂ યો હતો તેમજ પંચાક્ષર રામ મંત્ર આહુતિ અપાઈ હતી ત્યારબાદ બપોરે બીડું હોમાયું હતું સો સો ગુરુ વંદના જેમાં યજમાન તરીકે આશિષ કોટક, કવિતા કોટક અને કાજલ કરેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પૂ.હરિચરણદાસ મહારાજના સમાધિ સની સાડશોપચાર પૂજા અને પૂ.જયરામદાસ મહારાજ ભાવિકોને દર્શન તેમજ આશીર્વચન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech