જુનાગઢ જિલ્લા ભાજપના બે કદાવર નેતાઓ વિવાદના કારણે સામસામે જંગે ચડ્યા છે. જેથી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. સોરઠ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરને વોટ્સએપ કોલ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેના બનાવથી પ્રમુખ દ્રારા ડીડીઓને યોગ્ય સિક્યોરિટી ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.
દિનેશભાઈ સામે લડતના મંડાણ શરૂ કર્યા
હરેશભાઈ ઠુંમરના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયત કચેરીએ હતો તે દરમિયાન વંથલી પંથકના સરપંચો ડીડીઓનું સન્માન કરવા આવ્યા હતા તે દરમિયાન મુલાકાત થઈ હતી અને ફોટા પડાવ્યા હતા તેનું માઠું લાગતા દિનેશભાઈએ વોટસએપ પર કોલ કરી ગાળો ભાંડી હતી. જેથી પ્રમુખમાં નારાજગી ફેલાઈ છે અને ડીડીઓને પણ રજૂઆત કરી છે. પ્રમુખ દ્રારા ફોન આવેલ તે નંબરના સ્ક્રીનશોટ પણ હોવાનું જણાવી દિનેશભાઈ સામે લડતના મંડાણ શરૂ કર્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન એસપીને મળ્યા
જુનાગઢ જિલ્લામાં સરપંચોએ ડીડીઓ સામે પ્રથમથી જ વિરોધ શરૂ કર્યો છે. દિનેશભાઈ ખટારિયાની આગેવાનીમાં સરપચં યુનિયન દ્રારા કલેક્ટરને આવેદનપત્ર આપી ડીડીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરપંચોનો વિવાદ પૂર્ણ થયો નથી ત્યાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને દિનેશ ખટારિયા વચ્ચે વિવાદ શરૂ થતા ભાજપમાં ભડકો થયો છે. આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવા એંધાણ મળી રહ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારા ધમકી મળેલ તે બાબતે સુરક્ષા વ્યવસ્થા મામલે ડીડીઓને રજૂઆત કરી છે જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન એસપીને મળી જિલ્લા પંચાયત પ્રમુખના સુરક્ષા એસપી સાથે બેઠક કરી ચર્ચા કરી હતી.
આક્ષેપ પાયા વિહોણા-દિનેશ ખટારિયા
દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્રારા ગાળો આપી ધમકી આપ્યા અંગેના કરેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા હતા. આવી કોઈ ધમકી આપી નથી તેની રજૂઆત વાહિયાત છે તેવું જણાવ્યું હતું. સરપંચોની લડત ડીડીઓ સામે છે. જિલ્લા પંચાયત પ્રમુખ સામે નહીં તેમ જણાવી હરેશભાઈ ઠુંમરે કરાયેલા આરોપ તદ્દન પાયા વિહોણા હોવાનું જણાવી જિલ્લા પંચાયત પ્રમુખ દ્રારા અપાયેલ નિવેદન તદ્દન ગેર વ્યાજબી હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech