જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
કલેક્ટરશ્રી બી.કે.પંડ્યાએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા દાખવવા અને કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા
જામનગર તા.૧૭ ઓગસ્ટ, જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સૂચનો કર્યા હતા.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, શહેરી વિસ્તારમાં શાળા અંગેનો પ્રશ્ન સહિતના મુદ્દાઓ અંગેના ધારાસભ્યોશ્રીના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સક્રિયતા દાખવવા અને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે આયોજન કરી તેનો અમલ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસ્યો વરસાદ
May 06, 2025 12:13 PMકામદારોને સફાઈ માટે ગટરમાં ઉતારાતા હોવાની સરકારની હાઈકોર્ટમાં કબૂલાત
May 06, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech