આ કેસની હકીકત એવી છે કે, ગઈ તા.૩૧/૧૦/૧૯૯૦ ના રોજ પોલીસ ને એવી બાતમી હકીકત મળેલી કે, બેડી વિસ્તારમાં ધમાલ થઈ છે જેથી ખાનગી વાહનમાં બેડીમાં રામ મંદિર ચોક વિસ્તારમાં પોલીસ નાં ઉચ્ચ અધિકારીઓ સાથે પોચેલા હોય, તે દરમ્યાન આરોપી ઈસ્માઈલ દાઉદ પાલેજા મળી આવતા તેમને તલવાર બાબતે પૂછતા તલવાર ઈદ મસ્જીદ માં મુકેલ હોવાનું જણાવતા પોલીસ આરોપીને ઈદ મસ્જીદ પાસે લઈને જતા સામેની ગલીઓમાં પુરુષો તથા સ્ત્રીઓના ટોળા ભેગા થઈ મસ્જીદ પાસે આરોપીને છોડી મુકો તેવી બુમો પાડી દેકારો કરી પોલીસ ઉપર પત્થર મારો શરુ કરતા પોલસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પત્થર મારો બંધ કરવા અવાર નવાર એલાઉન્સ કરવા છતાં પત્થરમારો બંધ ન થતા પોલીસ દ્વારા ટીયર ગેસનાં સેલ છોડવામાં આવેલ હતા અને ટોળામાંથી ખાનગી ફાયર થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ હતું અને બીજી મદદ માં આવેલ પોલીસ ઉપર જોરદાર અને જીવલેણ ઘા થતા કોન્સ્ટેબલ ને પડખા માં તથા ડાઢીનાં ભાગે જીવલેણ હુમલો થયેલ હતો.
હિંસક બનેલ ટોળામાંથી સતત ફાઈટિંગ શરુ રેતા પોલીસ દ્વારા સ્વ બચાવ માટે હવામાં ૫ રાઉન્ડ ફાયરીંગ કરેલ તે દરમ્યાન ૪૦ પોલીસનાં માણસો તથા અધિકારીઓને ગંભીર ઈજા થયેલ હતી. જે મુજબનો બનવા બનતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા આઈ.પી.સી કલમ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૨, ૩૩૩, ૩૩૭, ૩૩૮, ૩૯૫, ૩૯૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)ક, બી.પી. એક્ટ કલમ ૧૩૫(૧), આતંકવાદ ધારાની કલમ ૩,૫ મુજબ ગુનો રજીસ્ટર લેવામાં આવેલ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.
આ કેશ જામનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલવા પરતા સરકાર તરફે ૪૧ મોખિક પુરાવાઓ તથા ૧૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી આરોપીઓને સજા કરવાની દલીલો કરેલી હતી.
જેની સામે આરોપીના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે, પ્રોસીક્યુશન પોતાનો કેસ ની:સંકપણે સાબિત કરી શકેલ નથી અને કેશને કોઈ સ્વતંત્ર પુરાવાઓથી સમર્થન મળતું નથી. જેથી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ. ઉપરોક્ત રજુઆતો ધ્યાને લઈ જામનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ, એન.આર.જોશી દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech