જામનગરમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો
જામનગર તા.11 સપ્ટેમ્બર, ગુજકોસ્ટ- ગાંધીનગર પ્રેરિત, શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ, ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી- જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય “આર્ટિફિશયલ ઈન`ટેલિજન્સ” વિષય પર જિલ્લા કક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં 37 જેટલી શાળાના 40 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોના વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે 20 પ્રશ્નોની લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રેઝન્ટેશનને અંતે નિર્ણાયકો દ્વારા બાળકોને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના બાળકોએ સંંતોષકારક જવાબો આપ્યા હતા.
સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોની રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંક પર લાવીકા ત્રિપાઠી શ્રી કે.ડી.અંબાણી શાળા, મોટી ખાવડી, દ્વિતીય ક્રમાંક પર હેમ્યા શુક્લા શ્રી સત્ય સાંઈ શાળા, જામનગર અને તૃતીય ક્રમાંક પર ત્રિષા ક્ટારીયા શ્રી સેન્ટ ફ્રાન્સીસ શાળા, જામનગરની પસંદગી કરવામાં આવી હતી. વિજેતા બાળકોને શિલ્ડ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ કાર્યક્મમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક અને સંચાલક તરીકે સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા, બી.એચ.ગાર્ડી એન્જિનિયરિંગ કોલેજ, કાલાવડના પ્રાધ્યાપક શ્રી રીયાબેન કાકુ, કલ્યાણ પોલિટેકનિક કોલેજ, જામનગરના શ્રી પ્રમિત ગોહેલ, સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાએ અને કર્મચારી શ્રી સંજય પંંડયાએ ફરજ બજાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech