જેતપુરમાં જુદીજુદી ૩૨૦ જેટલી ઇમારતોને ફાયર એનઓસી માટે નોટીસ આપવામાં આવેલ અને ૪ ઇમારતોને સીલ કરવામાં આવેલ. જેમાં સીલ કરેલ એક હોટલ પાસે બાંધકામ સહિતની કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં તેનું સીલ ખોલી આપવા સામે પ્રશ્નો ઉભા થયા છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અિકાંડ બાદ સમગ્ર રાયમાં હોટલ, મોલ, રીસોર્ટ, હોસ્પીટલ, સ્કૂલ, ઉંચી ઇમારતો વગેરેમાં ફાયરને લાગતા ઉપકરણો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી અને જેમાં ફાયરની કોઈ સાધન સામગ્રી ન હોય તે ઇમારતોને ફાયર એનઓસી બાબતે નોટીસો આપવામાં આવેલ અને કેટલીક સીલ પણ કરવામાં આવેલ. જેમાં જેતપુર શહેરમાં પણ ગોંડલ ડિવિઝનના ફાયર હેડ સાથે જેતપુર નગરપાલિકાના સ્ટાફે વિવિધ ઇમારતોનું ચેકીંગ કયુ હતું. જેમાં ૩૨૦ ઇમારતોને ફાયર એનઓસી ન હોવાની નોટીસ આપી હતી યારે ૪ ઇમારતોને સીલ કરવામાં આવેલ.
જેમાં શહેરના જૂનાગઢ રોડ પર માર્કેટીંગ યાર્ડ સામે આવેલ જેતપુર ફડ મોલ હોટલને પણ સીલ કરવામાં આવેલ. આ હોટલ છેલ્લ ા ત્રણેક વર્ષથી કાર્યરત છે. પરંતુ આ હોટેલ અંગે એક જાગૃત નાગરીકે જેતપુર નગરપાલિકા પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગેલ તેમાં હોટલ પાસે બાંધકામની મંજૂરી સહિતની કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવાનું બહાર આવ્યું હતું. આમ, હોટેલ ઘણા સમયથી કોઈ પણ આધાર પુરાવા વગર ધમધમતી હતી. આ હોટેલને સીલ માર્યા બાદ તે હોટલ ફરી ધમધમવા લાગતા આ અંગે જેતપુર નગરપાલિકાના સર્વે વિભાગનો સંપર્ક કરતા સર્વે દ્રારા સીલ ખોલવાની સાત ગોંડલ ડિવિઝનના ફાયર શાખાના હેડ પાસે હોવાનું જણાવેલ. જેથી ગોંડલના ફાયર વિભાગના હેડ સંજય વસાણીને પૂછતાં તેઓએ જણાવેલ કે, ફાયરના સાધનોનું કામ કરવા માટે સોગંધનામું રજૂ કરેલ એટલે રાજકોટની કચેરીએ તેનું સીલિંગ ખોલી દીધું છે.
પરંતુ આ અંગે જેતપુર નગરપાલિકામાં તપાસ કરતા જેતપુર ફુડ મોલ લખેલ લેટરહેડ પર ફાયરનું કામ કરવાનું લખાણ અને ફાયર લગાવવામાં થવાના ખર્ચના કોટેશન રજૂ કરવામાં આવેલ છે. તેમાં હોટલને બાંધકામની મંજૂરી, હોટલ ચલાવવાનું લાયસન્સ, બીયું સર્ટિફિકેટ કે હોટલનો લેઆઉટ પ્લાન એમ કોઈ પ્રકારની મંજૂરીને લગતા ડોકયુમેન્ટ કે સોગંધનામું જોડવામાં આવેલ નથી. આમ, ફાયર એનઓસી બાબતે સીલ કરેલ જેતપુર ફડ મોલ હોટલ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં તેનું સીલ કઈ રીતે ખુલ્યું ? સીલ હોટલના આર્થિક ફાયદા માટે કે અધિકારીઓના આર્થિક ફાયદા માટે કે બંનેના આર્થિક ફાયદા માટે ખુલ્યું હોવાની સામે પ્રશ્નો સર્જાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMજામનગરના કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
May 06, 2025 06:41 PMધો.૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ સાથે મા. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની ઝળહળતી સિદ્ધિ
May 06, 2025 06:17 PMજામનગર ખાતે યોજાયેલ ફેન્સીંગની રાજ્યકક્ષાની સ્પર્ધાનું ભવ્ય સમાપન
May 06, 2025 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech