ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટેના રાજકોટ મહાપાલિકાના ટીપરવાનમાં મુસાફરોને બેસાડ્યા હોવાનો વીડિયો ગઇકાલે સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ મામલે તંત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા તાત્કાલિક અસરથી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીને ડ્રાઇવર અને ક્લિનરને બરતરફ કરવામાં આવ્યા હતા તેમજ એજન્સીને દંડ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં આ મામલે રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી તેમના ધ્યાન ઉપર આવ્યો હતો અને તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું કે આ ઘટના ગત તા.૨૬ના રોજ કોઠારીયા રોડ વિસ્તારમાં ટીપરવાન નં. જીજે-૩ જીએ ૨૪૬૮માં બની હતી તેનો આ વીડિયો હતો. દરમિયાન એજન્સીના સ્ટાફની પૂછપરછ કરતા મહાશિવરાત્રીને દિવસે સફાઇ કરવા નીકળેલા અમુક કર્મચારીઓ તેના પરિચિત હોવાથી તેમને બેસાડ્યા હતા તેવો ખુલાસો ડ્રાઇવર પરવેશ ડામોર અને હેલ્પર કમ ક્લિનર આરાધના ડામોર દ્વારા કરાયો હતો, આ ખુલાસો ફગાવીને બન્નેને બરતરફ કરાયા હતા તેમજ તેની સંચાલક એજન્સી સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન ટ્રસ્ટને રૂ.૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech