રાજકોટ શહેરમાં ડમ્પરો, ટ્રકો કે આવા કમાઉ દીકરા જેવા વાહનો બેખૌફ બની કોઈને કો, અમૂલ્ય માનવ જિંદગીઓ છીનવી રહ્યા છે. ડમ્પરો કે ટ્રકોમાં ઘણાખરા ચાલકો પણ લાઈસન્સ વિનાના કે શિખાઉ જેવા હોય છે. રાજકોટમાં સર્કલો કે માર્ગેા પર ચેકિંગ, ડ્રાઈવ કરતી ટ્રાફિક પોલીસ શહેરને જોડતા હાઈવે પર આવી ડ્રાઈવ રાખે તો માતેલા સાંઢ જેવા દોડતા યમદૂત સમા બેકાબુ આવા ડમ્પરોને નાથી શકાય કે કંટ્રોલમાં આવી શકે. જો કે આ બધા માટે જો ડમ્પર દીઠ હા કે બાંધણા ચાલતા હોય તો એ લાખોની આવક પોલીસે ગુમાવવી પડે તો જ કડક હાથે કામગીરી થઈ શકે. અથવા તો નિ ા, શુધ્ધ નિયત અને કોઈ શહે–શરમ વિના કાયદાની પરિભાષા સમજાવવી પડે તો જ નિર્દેાષ માણસોના જીવ બચાવવાનું ફરજની સાથે પૂણ્યનું કાર્ય પણ થઈ શકે.
હાઈવે પર તો ખરાજ ાહેરમાં ઘૂસતા આવા ડમ્પરોના ચાલકોની એવી દાદાગીરી છે પોલીસ ઉભી હોય તો પણ એકિસલેટર પરથી પગ બ્રેક પર નહીંવત જ આવે, ઓવર સ્પીડથી બેફામ દોડતા આવા ડમ્પરોમાં ઘણાખરા ચાલકો તો એવા પણ હોય છે કે, તેમની પાસે લાઈસન્સ પણ હોતા નથી. લાઈસન્સ વિનાના આવા ચાલકો કદાચ ડમ્પરધારકોને સસ્તા પણ પડતા હશે, કારણ કે પોલીસ પકડશે રોકશે એવો ડર પણ નહીં હોય. અથવા તો ડ્રાઈવરો સાથે રહેલા કિલનરને ચલાવવા આપી દેતા હોય છે.
જેને પુરૂ જ્ઞાન ન હોય સમજ ન હોય અથવા તો લાઈસન્સ ન હોય તેવા વ્યકિતઓના હાથમાં ડમ્પરો થમાવી દેવાતા હોવાની વાત છે. કહેવાતી કે ચર્ચાતી વિગતો મુજબ ડમ્પર દીઠ માસિક બાંધણા (હા) કરી દેવાયા હોય છે જેથી પોલીસનો તો રોકવા–ટોકવા, ડિટેઈનનો કોઈ ડર હોતા નથી જો આ વાત સત્ય હોય તો ગંભીર એટલા માટે કહેવાય કે શું બાંધણા આપીને કોઈની મહામુલી જિંદગી છીનવવાનો પણ પીળો પરવાનો મળી શકે?
જો લાખેણા બાંધણાઓ હોય અને તેમા ઉચ્ચ અધિકારીઓની સહમતી, સંડોવણી ન હોય ચેમ્બરો સુધી કવર પહોંચતા ન હોય કે લેવાતા ન હોય તો ઉચ્ચ અધિકારીઓએ જ ચેમ્બરો છોડીને મેદાનમાં ઉતરવું જોઈએ. આવા માતેલા સાંઢ કે યમદૂત સમા દોડતા ડમ્પરો સામે કડક હાથે કામ લેવું જોઈએ. જે રીતે શહેરમાં અધિકારીઓ ખુદ ઉભા રહીને વાહન ચેકિંગ, ડ્રાઈવ કરે છે આટલા કેસ કર્યા, લાખોનો દડં વસૂલ્યો આટલા વાહનો ડિટેઈન કર્યાના ઓફિસિયલ આંકડા, કામગીરી જાહેર કરે છે તેવી ડ્રાઈવ ડમ્પરો કે આવા વાહનો સામે પણ થવી જોઈએ.
જો જીવદયારૂપ વિચારો રાખે તો પણ અનેક જિંદગીઓ બચી શકે!
બધા ડમ્પરધારકો, માલિકો, ચાલકો પણ પાંચેય આંગળીઓની માફક સરખા નથી હોતા. નિયમથી ચાલવાવાળા હોય છે પરંતુ આવા કદાચ જુજ હશે. આખરે એક સત્ય છે કે, પોલીસને બાંધણા આપતા હોય કે ન હોય તો પણ ડમ્પરધારકો, ચાલકોએ રસ્તે નીકળનારા વ્યકિતઓ કોઈને કોઈના ઘરના આધારસ્તંભ, કુલદિપક, વ્હાલસોયા કે મોભી હશે જ એમના જીવ છીનવાય તો એ ઘરોમાં તેમના નિકટતમોમાં આજીવન કેવો કલ્પાંત રહેતો હશે આવો એક જીવદયારૂપ વિચાર કરીને પણ જો રસ્તા પર વાહનો ચાલે કે ચલાવાય ને તો પણ જીવલેણ અકસ્માતોમાં અટકી શકે અને ડમ્પરોની જે છાપ છે એ પણ ધોવાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech