આગામી નાતાલના વેકેશનમાં પણ દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી શક્યતા: વિવિધ પર્યટન સ્થળોની સાથે શિવરાજપુર બીચ પણ પ્રવાસીઓ માટે બન્યું ફેવરીટ: પ્રવાસીઓના કારણે દ્વારકાના વેપાર-ધંધામાં ભારે તેજી
ગુજરાત આખામાં આવેલા પ્રવાસન સ્થળો પૈકી દ્વારકા એવું મથક છે, જ્યાં આ વર્ષે 13 લાખથી વધુ યાત્રાળુઓ-પ્રવાસીઓ આવ્યા હતા અને વિવિધ સ્થળોની સાથે જોવાલાયક સ્થળો પ્રત્યે પણ આકર્ષણ રહ્યું હતું, જગતમંદિર, ગોમતીઘાટ ખાતે તો અદ્દભૂત જનમેદની જોવા મળી હતી, સાથે સાથે શિવરાજપુર બીચ, સનસેટ પોઇન્ટ જેવા કુદરતી સૌંદર્યથી છલકાતા સ્થળોએ પણ પ્રવાસીઓએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો.
દિવાળીના ગત વેકેશનમાં રાજ્યના વિવિધ 16 પ્રવાસન કેન્દ્રોમાં સૌથી વધુ દ્વારકા ખાતે લગભગ 13 લાખથી વધુ સહેલાણીઓ ઉમટયા હોવાનુ સામે આવ્યુ છે. ગત દિવાળી વેકેશનમાં લાખો ભાવિકોએ દ્વારકા યાત્રાધામની મુલાકાત લીધી હોય, તહેવારોના સીઝનમાં યાત્રાધામમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી હતી.
હવે આગામી ડિસેમ્બર માસમાં પણ નાતાલનું વેકેશન આવી રહયુ હોય છે ત્યારે 2024 ના વર્ષના આખરમાં ડિસે.માસના વેકેશન ગાળામાં દિવાળીની જેમ જ ફેસ્ટીવલ ટ્રાફીક જોવા મળશે તેવી સંભાવના જાણકાર વર્ગ દશર્વિી રહયો છે. એક અંદાજ અનુસાર ડિસેમ્બર માસમાં દ્વારકામાં વિવિધ જગ્યાએ ભાગવત સપ્તાહ, ધ્વજાજી મનોરથોના ખૂબ મોટા બુકિંગ્ઝ નોંધાયા હોય જેના કારણે ડિસેમ્બર માસમાં હોટલ, ગેસ્ટ હાઉસો, ભવનો ઉપરાંત અન્ય ધર્મશાળાઓમાં પણ અત્યારથી જ બુકીંગ્ઝ નોંધાઈ રહયા છે. સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામમાં લાખો યાત્રીકો તથા પ્રવાસીઓ દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવે તેવું જાણવા મળી રહયુ છે.
દરિયા કિનારાના પ્રમાણમાં હૂંફાળા વાતાવરણમાં ગુલાબી ઠંડીના અહેસાસ સાથે નાતાલના વેકેશનમાં દ્વારકા ઉપરાંત શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટશે. શિયાળામાં શિવરાજપુર બીચના શાંત અને કાચ જેવા ચોખ્ખા પાણીમાં થતી એડવેન્ચરસ સ્કૂબા ડાઈવીંગ, ઓખાના દરિયામાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા સહિતની પ્રવૃત્તિઓ માટે પણ બેસ્ટ ગણાતો હોય તેમજ બેટ દ્વારકાના દરીયામાં જોવા મળતી ડોલ્ફીન સહિતની પ્રવૃત્તિઓ માટે પણ ઉત્તમ સમય હોય નાતાલના વેકેશનમાં દ્વારકા માટે પ્રાઈમ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનશે. એવો આશાવાદ પણ જાણકાર વર્ગ દશર્વિી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech