ગુજરાત સરકારના નાગરિક ઉડયન, સહકાર, લઘુ -સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે સવારે ગાંધીનગરથી હેલિકોપ્ટરમાં અમરેલી જવા નીકળ્યા હતા પરંતુ અમરેલીમાં ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉતરી શકે તેમ ન હોવાથી તે રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને રાજકોટમાં તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધીના જણાવ્યા મુજબ મંત્રી જગદીશભાઈ વિશ્વકમર્નિો અમરેલીનો કાર્યક્રમ હતો પરંતુ બેડ વેધરના કારણે અમરેલીમાં હેલિકોપ્ટર ઉતરી શકે તેવી સ્થિતિ ન હોવાથી રાજકોટ આવ્યા હતા.
આ બાબતે એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાળાઓનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટર રાજકોટમાં આવ્યા પછી ફ્યુઅલ ભરાવીને નીકળી ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આજે અમરેલી જિલ્લાના ચિતલ પાસે આવેલા શેડુભાર ગામે ડેરી સાયન્સની કોલેજમાં સહકારી ક્ષેત્રનો એક કાર્યક્રમ હતો અને તેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકમર્િ ઉપસ્થિત રહેવાના હતા.અમરેલીમાં હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટરને જુનાગઢ તરફ લઈ જવાયું હતું પરંતુ ત્યાં પણ હવામાન ખરાબ હોવાથી રાજકોટ લવાયું હતું અને રાજકોટથી જગદીશભાઈ વિશ્વકમર્િ મોટર માર્ગે અમરેલી જવા નીકળ્યા હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech