કાયમી નિવારણ માટે પગલા જરી: દુકાનોને પાછળ ખસેડવાની વાત કઇ અભેરાઇએ ચડી ગઇ ?
જામનગરની જી.જી.હોસ્5િટલ સામે અવારનવાર દબાણો થાય છે, હોસ્પિટલની સામેના દુકાનદારો કાઉન્ટર સહિત અન્ય ચીજવસ્તુઓ જાહેર રસ્તા પર રાખે છે અને આજુબાજુના કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે ઉભા રહે છે, જી.જી.હોસ્પિટલવાળી લાઇનમાં કેટલાક વસ્તુ વેંચનારાઓ અડીંગો જમાવીને બેઠાં હોય છે અને રીક્ષાવાળાઓ પણ ગેરકાયદેસર રીતે રીક્ષા પાર્ક કરે છે ત્યારે મ્યુ.કમિશ્નરની સુચનાથી આજે એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી અને તેમના સ્ટાફે જી.જી.હોસ્પિટલ સામે બહાર રાખેલા કેટલાક કાઉન્ટરો અને કેટલોક માલસામાન જપ્ત કર્યો હતો, બપોર બાદ જે લોકોેએ રસ્તા પર ઓટા અને ગેરકાયદેસર દબાણ કયર્િ છે તેની પણ તોડપાડ કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.
જામનગર શહેરમાં અવારનવાર અનેક સ્થળોએ દબાણ દુર કરવામાં આવે છે ત્યારે એસ્ટેટ શાખા દ્વારા આ દબાણ દુર કયર્િ બાદ તરત જ એક-બે કલાકમાં જ દબાણો ફરીથી થઇ જાય છે, એટલું જ નહીં વર્ષોથી એટલે કે 2013થી જી.જી.હોસ્5િટલ સામેની દુકાનો ખસેડવાનું નકકી થયું હતું, પરંતુ હજુ સુધી આ અંગે કોઇ નિવેડો આવ્યો નથી.
આમ તો આખો દિવસ જી.જી.ની સામે ટ્રાફિક જામ જેવી સ્થિતિ હોય છે, પરંતુ જયારે શાળાઓ છુટે ત્યારે અને સાંજના સમયે તો અનેક વખત વાહન ચાલકો ફસાય જાય છે તેમાં 108ને પણ ફસાવાનો વારો કયારેક-કયારેક આવતો હોય છે.
જી.જી.હોસ્પિટલની સામે જ વાલ્કેશ્ર્વરીનગરીમાંથી આવતા વાહનો અંબર તરફ જવા માટે જે ડીવાઇડરનો ઉપયોગ કરે છે ત્યાં સાંજના સમયે જોવા જેવી થાય છે અને વાહનો સામસામે આવી જતાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે, ઉપરાંત જી.જી.હોસ્5િટલ સામેની જે દુકાનો છે ત્યાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થતાં હોય છે તેથી આ માર્ગ ચાલવાલાયક રહેતો નથી તેનો કાયમી નિવેડો લાવવાની જરીયાત છે. કોર્પોરેશને બે દુકાનદારો સામે પગલા લેવા નિર્ણય કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : માધાપર ચોકડીએ એસટી બસ ખાડામાં ખાબકી
May 06, 2025 11:54 AMજામનગરની જીજી હોસ્પિટલની જમાદાર ઓફિસમાં ઘૂસી મહિલા સહિત 3 શખ્સોના SI પર હુમલો
May 06, 2025 11:37 AMમેટ ગાલામાં બોલીવુડ સ્ટાર્સનું કિંગ સાઈઝ પ્રદર્શન
May 06, 2025 11:35 AMજામનગરમાં જીજી હોસ્પિટલમાં હોબાળો મચ્યો
May 06, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech