શિયાળાની આરોગ્યવર્ધક ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા ખજૂરની માંગમાં દીનપ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. ઈરાન અને ઇરાક ખાતેથી દરિયાઈ માર્ગે મુન્દ્રા પોર્ટ અને ત્યાંથી કન્ટેનરમાં રાયભરમાં ખજૂર મોકલવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં જામનગર અને રાજકોટથી આવતા ખજૂરની અવનવી ૮૦થી વધુ વેરાઈટીઓ મળી રહે છે. જેમાં દેશી સામરણ ખજૂરની સૌથી વધુ માંગ છે. શહેરમાં શિયાળામાં જ અંદાજિત ૫૦૦ ટન ખજૂરનું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. શિયાળાની ઋતુના આગમનની સાથે જ શરીરના આરોગ્ય પ્રત્યે ચિંતિત શહેરીજનો દ્રારા સ્વાસ્થ્યવર્ધક ખાધ સામગ્રીઓ અને પીણા તરફ વળી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આરોગ્યની સુખાકારી માટે ઇમ્યુનિટી બુસ્ટર ગણાતા ખજૂરની માંગમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જૂનાગઢના દાણાપીઠના ખજૂરના વિક્રેતા માધવભાઈ વિઠલાણીના જણાવ્યા મુજબ ઈરાન અને ઈરાક યુદ્ધની અસર ખજુરની આવક પર પડી નથી અને ભાવ પણ ગત વર્ષ જેટલો જ યથાવત છે. શિયાળાની શઆત થતાં જ આરોગ્ય પ્રેમીઓ ખજૂરની ધૂમ ખરીદી કરી રહ્યા છે.કોરોના કાળ દરમિયાન ઇમ્યુનિટી વધારવા ખજૂરનો સર્વાધિક ઉપયોગ થતો હતો. પાણીપુરી અને ભેળ સહિતની વાનગી માટે ખજુરની સ્પેશિયલ ચટણી ઉપરાંત ખજૂર પાક, ખજૂર મિશ્રિત દૂધ પણ વિશેષ ઉપયોગ કરાઈ રહ્યો છે.મુસ્લિમ સમાજમાં રોઝા ખોલવા માટે ખજૂરની પુષ્કળ માંગ તો હોળી, ધુળેટીના તહેવાર દરમિયાન પણ ખજૂરની અવિરત વૃદ્ધિ થતી રહે છે પરંતુ હવે શિયાળામાં પણ ખજૂરની વિવિધ વાનગીઓ બનાવવા માટે પુષ્કળ માંગ થઈ રહી છે. કાળો, લાલ અને પીળો સહિત વિવિધ પ્રકારના ખજૂર મળી રહે છે. કાળો ખજૂર સામરણ તરીકે, લાલ ખજૂર અલવાઈ, પીળો ખજૂર જાયદી તરીકે ઓળખાય છે. જૂનાગઢમાં મુખ્યત્વે ખજૂર જામનગર અને રાજકોટથી ખરીદવામાં આવે છે. વિક્રેતાના જણાવ્યા મુજબ ૮૦થી વધુ વેરાયટીઓમાં ખજૂર મળી આવે છે.પરંતુ મુખ્યત્વે ઈરાની સામરણ જાહીદી ખજૂરની વધુ માંગ છે. રૂ.૧૦૦થી ૧૨૦૦ કિલો સુધીના ભાવે ખજૂર વેચાઈ રહ્યો છે. હોળી સુધી ખજૂરની સીઝન સતત ધમતમતી રહેશે. શિયાળાની ઋતુ દરમિયાન જૂનાગઢમાં જ અંદાજિત ૫ કરોડની કિંમતના ખજૂરનું વેચાણ થઈ જાય છે
રોગપ્રતિકારક શકિતમાં વધારો કરતો ખજૂર
ખજૂરને ગૃહણ એટલે કે શરીરને પૃ કરનારી કહેવામાં આવે છે. ખજૂર ગરમ હોતો નથી પરંતુ ઠંડો હોય છે શીતળ હોય અને શરીરને ઠંડક આપે છે. ચરકશાક્રમાં દર્શાવ્યા મુજબ ખજૂરમાં રહેલ લોહ તત્વ માસ કરતા પણ વધારે છે તેમાં વિટામિન એ બી, બીટુ નું પ્રમાણ વધુ છે. ખજૂર ખાવાથી રકતપિત, મળશુદ્ધિ, થાક દૂર થવો, હિમોગ્લોબીન, સફેદ ડાઘ, વજન વધારવા સહિતના રોગમાં અસરકારક સાબિત થાય છે.નરણા કોઠે ઘી સાથે ખજૂર ખાવાથી રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયરન વાગતાની સાથે જ શહેરમાં થશે બ્લેકઆઉટ
May 07, 2025 05:50 PMત્રીજા દિવસે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદથી પાણી ભરાયા
May 07, 2025 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech