જયપુરમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં અજમેર રોડ પર સીએનજી ગેસ ભરેલ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જેના કારણે તેમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં આ બ્લાસ્ટ પેટ્રોલ પપં પાસે થયો હતો. તેની આસપાસ ઉભેલા અને દોડતા અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે અને ઘણા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. આગની માહિતી મળતાં જ ૨૦થી વધુ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યેા હતો.
જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આજે સવારે ૬ વાગ્યાની આસપાસ થયેલી આ દુર્ઘટનામાં પેટ્રોલ પંપનો ભાગ પણ આગની ચપેટમાં આવી ગયો છે. આ દુર્ઘટનામાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ ૩૦ લોકો દાઝી ગયા હોવાની પણ માહિતી છે. ઈજાગ્રસ્તોને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અજમેર રોડ પર ભાંકરોટા વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે વહેલી સવારે થયો હતો. અહીં સીએનજી ભરેલ ગેસ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં તેમાં આગ લાગી હતી. કોઇ કઇં સમજે તે પહેલા ટેન્કરની આસપાસ ઉભેલા અને ફરતા ૧૫–૨૦ જેટલા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.
આગ એટલી ભીષણ હતી કે તેની વાળાઓ કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. આગની ઘટના બનતાની સાથે જ અજમેર રોડ પરના આ વિસ્તારમાં તેજ ગતિએ દોડતા વાહનોના પૈડા થંભી ગયા હતા. આ સૌથી વ્યસ્ત રોડ પર કેટલાય કિલોમીટર લાંબો જામ હતો. ભીષણ આગના સમાચાર મળતા પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડ સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક ૨૦ થી વધુ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યેા હતો.
આગના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓનો મોટો મેળાવડો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેણે બચાવ કાર્ય શ કયુ. પરંતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોરઠિયાવાડીમાં આવેલી GEBની કચેરીમાં ફોન રીસીવ ન થતા લોકોમાં રોષ
May 07, 2025 01:47 PMઓપરેશન સિંદૂર : રાજકોટના ભાજપના MLA ડૉ.દર્શિતા શાહનું નિવેદન
May 07, 2025 01:43 PMહિરલબાના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર: ડીવાયએસપી એ આપી ચોકાવનારી માહિતી
May 07, 2025 01:41 PMપોરબંદરના બળેજ ઘેડ પંથકમાં વરસ્યો વરસાદ
May 07, 2025 01:39 PMપોરબંદર જેસીઆઈ દ્વારા બાળકો માટે યોજાયો વિશિષ્ટ વર્કશોપ
May 07, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech