તરસમીયા ખાતે હાઇસ્કુલ વાળા ખાંચમાં આવેલી સોસાયટીમાં એક શખ્સ બકરા લઇને વારંવાર નિકળતો હોવાના કારણે રોડ પર લીંડીઓ પડતી હોય એક વર્ષનું બાળક રમતા રમતા લીંડી ખાઈ જતા સોસાયટીમાં રહેતા આધેડા ઘેટા બકરા લઇને ભાડેથી રહેવા માટે આવેલા એક શખ્સને સોસાયટીમાં બકરા લઈને ન નિકળો તેમ કહેતા આ શખ્સે બે દિવસ પહેલા ઝઘડો કર્યો હતો. જે ઝઘડાની અદાવત રાખી ગઇકાલે બપોરે આ શખ્સ અન્ય પાંચ શખ્સો સાથે કુહાડી અને ધોકા સહિતના હથિયાર સાથે આવ્યો હતો અને હુમલો કરતા એક જ પરિવારની ત્રણ મહિલા સહિત સાત લોકોને ઇજા પહોંચી હતી. ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેન્તીભાઈ અમરશીભાઈ જાસોલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભરતભાઈ ભરવાડ, ગોપાલ માતરભાઈ ઝાપડા, સાદુળ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સએ તરસમીયા ગામમાં એક શખ્સ બહાર ગામથી ઘેટા બકરા લઈને મકાન ભાડે રાખી રહે છે. આ શખ્સ ફરિયાદીની સોસાયટીમાંથી ઘેટા બકરા લઈને નિકળતો હોવાના કારણે સોસાયટીના રોડ પર લીંડીઓ પડતી હતી. અને તે ફરિયાદીના એક વર્ષના પૌત્ર રમતા રમતા આ લીંડી ખાઈ ગયો હતો. એક વર્ષનું બાળક લીંડી ખાઈ જતાં ફરિયાદીના પત્નિએ ઘેટા બકરા લઈને પસાર થતાં શખ્સને આ રસ્તો ઘેટાબકરાને લઈને નિકળવાનો નથી એટલે અહીથી ન નિકળો તેમ કહેતા આ શખ્સે અહીંથી જ નિકળાશે થાય તે કરી લેજો તેમ કહી ઝઘડો કર્યો હતો અને રાજ ત્યારબાદ ગઇકાલે આ શખ્સ અન્ય જ પાંચ શખ્સો સાથે કુહાડી અને ધોકા કરન સાથે ધસી આવ્યો હતો અને હુમલો ભંગ કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને વહે તેમજ તેના પત્નિને માથામાં ઊધી હો. કુહાડી મારવામાં આવતાં ગંભીર કચ ઇજા પહોંચી હતી.
જ્યારે હુમલામાં ફરિયાદીના બા બન્ને પુત્ર કમલેશ અને ભરત પૂર તેમજ બે પુત્રવધુ દિપીકાબહેન અને ઉર્વીશાબહેન તેમજ ફરિયાદીના પિતાને પણ ઇંજા પહોંચી હતી. એક જ પરિવારના સાત વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવતા આ બનાવના પગલે ભારે દહેશતનો માહોલ ફેલાયો હતો અને બુમાબુમ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech