જામનગર સહિત સમગ્ર હાલારમાં આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઇ ચૂકયું છે, ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, જામનગરનું તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચ્યું છે અને ૪૦ ડીગ્રીથી ખુબ જ નજીક છે, ત્યારે આજ સવારથી આકરી ગરમી શરૂ થઇ છે અને બે દિવસ સુધી આકાશમાંથી અગ્નિવર્ષા થશે અને કેટલાક શહેરોમાં તાપમાન ૪૦ થી ૪૨ ડીગ્રીએ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૦.૫ ડીગ્રી, હવામાં ભેજ ૬૫ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે ધીરે-ધીરે ગરમી શરૂ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે.
આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે રવિવાર સુધી લોકોને ગરમીથી પરેશાન થવું પડશે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શરૂ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચી ગયું છે.