માધવપુરમાં વોટ્સએપનું ગૃપ બનાવી જુગાર રમતા પાંચ ઝડપાયા

  • May 14, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના માધવપર ગામે આંબેડકરચોકમાં વોટસએપના ગૃપમાં સભ્યોને એડ કરીને લુડોનો જુગાર રમાડવામાં આવતો હતો ત્યારે પોલીસે દરોડો પાડીને પાંચ શખ્શોને ૭૪,૭૦૦ની રોકડ સાથે પકડી લીધા છે.
માધવપુરના માધવરાય મંદિર પાસે  માધવ મકાનમાં રહેતા દીપ કિરીટ ઠકરારે તેના મોબાઇલમાં વોટસએપ એપ્લીકેશનમાં ‘ગુજરાત લુડો ટાઇમપાસ ગેમ્સ’ નામનું  ગૃપ બનાવીને તેમા અલગ અલગ સભ્યોને એડ કરવામાં આવતા હતા અને લુડો ગેમ્સના અલગ અલગ ટેબલ બનાવીને સભ્યોને જોઇન્ટ કરીને ઓનલાઇન લુડોનો જુગાર રમાડવામાં આવતો હતો.પોલીસે દરોડો પાડીને રાત્રે સવા અગિયાર વાગ્યે દીપ કિરીટ ઠકરારની ધરપકડ કરીને ૨૪,૭૦૦ની રોકડ, ૫૦ હજારના પાંચ મોબાઇલ સહિત ૭૪,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમવા આવેલા માધવપુરના ઓશો આશ્રમ પાસે રહેતા છગન ઉર્ફે બુધો ખીમા માલમ, પાતા ગામના દળ વિસ્તારમાં રહેતા વિક્રમ હાથીયા પરમાર, પાતા ગામની પંચાયત ઓફિસ પાસે રહેતા જખરા ઉર્ફે જેરી રણમલ મોઢા અને માધવપુરની જુની ટોકીઝ પાછળ સ્મશાન પાસે રહેતા અસ્લમ અબ્બાસ જોખીયાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application