કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા મારખીભાઈ કાનાભાઈ ગામી નામના 66 વર્ષના વૃદ્ધે સોમવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી ગેસના ટીકડા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પરબતભાઈ મારખીભાઈ ગામી (રહે. હાલ ગાગવા ધાર) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
શેઢા બાબતે ગળુ ગામના પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો, ધમકી
ભાણવડ તાલુકાના ગળુ ગામની સીમમાં રહેતા ખીમાભાઈ સામતભાઈ ભેટારીયા નામના 55 વર્ષના પ્રૌઢએ શેઢા ઉપર વંડી બનાવી રહેલા રામા રાણા ઓડેદરા, મેરામણ રામા ઓડેદરા અને વિજય મેરામણ ઓડેદરા નામના શખ્સોને "મારો શેઢો મૂકીને વંડી કરજો"- તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય આરોપીઓએ ફરિયાદી ખીમાભાઈ ભેટારીયાને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ખીમાભાઈને જો હવે તેઓ અહીં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application