શનિવારે જામનગર-હૈદરાબાદ ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યાના પગલે તાકીદે તંત્ર હરકતમાં આવ્યુ હતું અને જુદી જુદી ટુકડીઓ દ્વારા એરપોર્ટ ખાતે ધસી જઇ બોમ્બ સ્કવોડ સહિતની ટીમ દ્વારા સધન ચેકીંગ કરાતા કઇ મળ્યુ ન હતું અને બોમ્બની વાત અફવા હોવાનું સાબીત થયુ હતું આથી તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો.જામનગર હૈદરાબાદ ફલાઇટમાં બોમ્બ હોવાની ઇમેલ દ્વારા માહિતી મળી હતી જેના પગલે કલેકટર અને એસપીની સુચનાથી પોલીસની જુદી જુદી ટુકડીઓમાં દોડધામ મચી હતી, એરપોર્ટ ખાતે ટુકડીઓ પહોચી હતી અને તાકીદના ધોરણે સધન ચેકીંગ કરતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ સ્કવોડ, એલસીબી, એસઓજી, સીટી પોલીસ સહિતનો જંગી કાફલો ચેકીંગમાં જોડાયો હતો પેસેન્જરોનો સામાન પણ ચેક કરાયો હતો અને કલાકોના ચેકીંગ બાદ કશુ વાંધજનક મળ્યુ ન હતું અને એ પછી મોડેથી ફલાઇટને રવાના કરવામાં આવી હતી. આમ અન્ય રાજયની માફક જામનગરમાં પણ શનિવારે ફલાઇટને વિસ્ફોટક પદાર્થ અંગેની ધમકીના પગલે દોડધામ મચી હતી કંઇ નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech