પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એકસપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. એક ટ્રક સામેથી ધસી આવ્યો હતો અને એક કાર પાછળથી ટકરાઈ પડી. વચ્ચે સૌરવની કાર અટવાઈ હતી. જો કે બધા વાહનોની બ્રેક સમયસર લાગી જતા આ દુર્ઘટનામાં સૌરવ ગાંગુલી માંડ બચ્યો હતો. જોકે, ભૂતપૂર્વ ક્રિકેટરને કોઈ ઈજા થઈ ન હતી.
સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્ધવાન જઈ રહ્યા હતા. દુર્ગાપુર એકસપ્રેસ વે પર દાંતનપુર પાસે અચાનક એક ટ્રક તેની સામે આવી ગયો. તેના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. પાછળની ગાડીઓએ પણ એવું જ કર્યું. પરંતુ તેના કારણે પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. આમાંથી એક વાહન સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાયું હતું.
ગાંગુલીને 10 મનિટિ સુધી રસ્તા વચ્ચે જ રહેવું પડ્યું
આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ તેમને લગભગ ૧૦ મિનિટ સુધી રસ્તા પર જ રહેવું પડ્યું હતું. હકિકતમાં, તેમના કાફલાના બે વાહનોને થોડું નુકસાન થયું હતું. અકસ્માત સ્થળે થોડો સમય રહ્યા પછી, તે પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રવાના થયો હતો. તેમણે બર્દવાન યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
વનડેમાં ગાંગુલીના નામે અનેક રેકોર્ડ
સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી આક્રમક કેપ્ટનોમાં થાય છે. તેમની કેપ્ટનશીપ હેઠળ જ ભારતે વિદેશમાં વધુ મેચ જીતવાનું શરૂ કર્યું. તેમણે ટીમ ઈન્ડિયાને ઘણી ઐતિહાસિક મેચોમાં જીત અપાવી. સૌરવ ગાંગુલીના વનડે ક્રિકેટમાં ૧૧૩૬૩ રન છે. તેના નામે વનડેમાં ૨૨ સદી અને ૫૨ અડધી સદી છે. તેવી જ રીતે, ટેસ્ટ ક્રિકેટમાં પણ તેના નામે સાત હજારથી વધુ રન છે.
2002માં ચેમ્પિયન ટ્રોફી જીત્યા
ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ વર્ષ ૨૦૦૨માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તેમણે ટીમ ઈન્ડિયાને ૨૦૦૩ના વલ્ર્ડ કપની ફાઇનલમાં પણ પહોંચાડી હતી. તેઓ બીસીએસએઆઈ ના પ્રમુખ પણ રહી ચૂકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech