રાજકોટ મિલકત વેરાનું ઓનલાઇન પેમેન્ટ કરનાર કરદાતાઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. ૨૦૧૯માં ફકત ૬૪,૦૦૦ કરદાતાઓ ઓનલાઇન પેમેન્ટ કરતા હતા, યારે ૨૦૨૩–૨૪માં ૨,૩૩,૯૫૦એ ઓનલાઇન વેરો ભર્યેા છે.મિલકત વેરો ઓનલાઇન ભરવાનું પ્રમાણ વધવા પાછળના મુખ્ય કારણોમાં એક ટકો વધુ ડિસ્કાઉન્ટ મળે, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દિવસે કે રાતે ગમે ત્યારે વેરો ચુકવી શકાય, વેરો ભર્યાની રિસીપ્ટની પીડીએફ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર મળી જાય, કચેરીએ બ જવા કે લાઇનમાં ઉભા રહેવાની કડાકુટમાંથી મુકિત સહિતના કારણે ડિજિટલ પેમેન્ટ કરદાતાઓની પહેલી પસદં બન્યું છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું દ્રારા ચાલુ નાણાંકીય વર્ષ–૨૦૨૪–૨૫માં મિલ્કત વેરા તથા પાણી વેરામાં વેરા વળતર યોજના અમલી બનાવી તા.૮–૪–૨૦૨૪ના રોજથી વેરો વસુલવાની કામગીરી શ કરાઇ છે જેમાં તા.૨૬–૪–૨૦૨૪ સુધીમાં કુલ ૧,૦૯,૯૪૯ કરદાતાઓ દ્રારા કુલ .૬૮.૨૫ કરોડનો વેરો ભરપાઇ કરવામાં આવ્યો છે. જેમાં ૩૩,૮૯૩ કરદાતાઓએ ઓફ લાઇન .૨૩.૪૫ કરોડ અને ૭૬,૦૫૬ કરદાતાઓએ ઓન લાઇન .૪૩.૮૦ કરોડની ભરપાઇ કર્યા છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાપાલિકા દ્રારા કુલ .૬.૫૦ કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તમામ સિવિક સેન્ટર, ત્રણેય ઝોન ઓફિસ અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ચેક અને કેશ મારફત ઓફલાઇન વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે
કયા વર્ષમાં કેટલા કરદાતાઓએ ઓનલાઇન વેરો ભરપાઇ કર્યેા
૨૦૧૯ ૬૪,૮૧૪
૨૦૨૦ ૧,૩૫,૬૪૫
૨૦૨૧ ૧,૪૭,૧૬૨
૨૦૨૨ ૨,૦૧,૭૧૪
૨૦૨૩ ૨,૩૩,૯૫૦
૨૦૨૪ ૬૭,૩૬૦ (તા.૮–૪–૨૦૨૪થી આજ સુધી)
ચાલુ વર્ષે એક માસમાં ૬૭,૩૬૦એ વેબ–એપથી ૮૬૯૬એ અન્ય પ્લેટફોર્મથી ડિજિટલ પેમેન્ટ કયુ
તા.૮–૪–૨૦૨૪થી તા.૨૬–૪–૨૦૨૪ સુધીમાં ૭૬,૦૫૬ કરદાતાઓએ .૪૩.૮૦ કરોડનો ઓનલાઇન વેરો ભર્યેા છે. જેમાં ૬૭૩૬૦એ મહાનગરપાલિકાની વેબસાઇટ અને એપ્લીકેશન દ્રારા . ૪૦.૪૬ કરોડનો વેરો ભર્યેા અને ૮૬૯૬ કરદાતાઓએ અન્ય પ્લેટફોર્મ જેવા કે, ઋજ્ઞજ્ઞલહય ઙફુ, ઙફુળિં, અળફુજ્ઞક્ષ ાફુ, ઙવજ્ઞક્ષાય યભિં.. પ્લેટફોર્મ પરથી .૩.૪૩ કરોડનો વેરો ભર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech