ફ્રાન્સે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે. મહિલાઓની સ્વતંત્રતા સુનિશ્ચિત કરનાર ફ્રાન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ નવો ઈતિહાસ સોમવારે ફ્રેન્ચ સંસદમાં લખવામાં આવ્યો હતો જ્યાં સાંસદોએ મહિલાઓની સ્વતંત્રતા અને ગર્ભપાત કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવા માટે 1958ના બંધારણમાં સુધારો કર્યો હતો. ફ્રાન્સના બંધારણમાં આ સુધારો ફ્રાન્સના બંધારણનો 25મો સુધારો છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશના બંધારણમાં 2008 પછી આ પહેલો સુધારો છે. ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી. આ અંગે ઘણા સર્વે પણ કરવામાં આવ્યા હતા, જેમાં 85 ટકા લોકોએ તેને સમર્થન આપ્યું હતું.
ફ્રાન્સના પગલાનું સ્વાગત કરાયું
ફ્રાન્સના બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરવાના પગલાને ઘણા લોકો દ્વારા આવકારવામાં આવ્યો છે. મહિલા અધિકારો માટે કામ કરતી સંસ્થા ફોન્ડેશન ડેસ ડેમ્સની કાર્યકતર્િ એની-સેસિલ મેલફર્ટે કહ્યું કે આ વિશ્વ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે. ખરેખર આપણને ઉત્સાહિત કરે છે. જો કે વેટિકને ગર્ભપાતનો વિરોધ વ્યક્ત કર્યો છે. વેટિકન સંસ્થાએ ફ્રેન્ચ કેથોલિક બિશપ્સો દ્વારા પહેલેથી જ ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ફરીથી વ્યક્ત કરતા કહ્યું કે માનવ જીવન લેવાનો કોઈ અધિકાર હોઈ શકે નહીં.
1975 થી ગર્ભપાત કાનૂની અધિકાર છે
ફ્રાન્સમાં 1975 થી ગર્ભપાતનો કાનૂની અધિકાર છે, ત્યારથી આ કાયદો નવ વખત બદલાયો છે, જેથી વધુને વધુ મહિલાઓ તેનો લાભ લઈ શકે. ફ્રાન્સની બંધારણીય પરિષદે આ કાયદા પર ક્યારેય કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી. ફ્રેન્ચ કાનૂની નિષ્ણાતો માને છે કે 2001 માં બંધારણીય પરિષદે તેને 1789 માં માણસના સ્વતંત્રતાના અધિકારમાં સામેલ કર્યો હતો જે તકનીકી રીતે બંધારણનો એક ભાગ હતો.
નવા યુગની શઆત
મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવા માટે સંસદમાં બંધારણીય સુધારો પસાર થયા બાદ વડા પ્રધાન ગેબ્રિયલ અટલે કહ્યું હતું કે દુનિયાના નવા યુગની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન દક્ષિણપંથીઓએ પણ સંસદમાં આ કાયદાનો વિરોધ કર્યો પરંતુ તેમનો વિરોધ સફળ થઈ શક્યો નહીં. વિપક્ષી ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર ચૂંટણીલક્ષી ઉદેશ્યો માટે બંધારણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ સુધારો ખોટો નથી, પરંતુ તે બિનજરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech