શેર માર્કેટના નામે હાઉસીંગ ફાયનાન્સના મેનેજરને ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી રોકાણના નામે રૂપિયા 11.47 લાખની રકમનું રોકાણ કરાવી છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે સુરતથી ઝડપી લીધો હતો. જામનગરનો આ શખસે કમિશન માટે બેંક અકાઉન્ટ ભાડે આપ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 11.47 લાખની છેતરપિંડીના ગુનાને લઇ પીઆઇ જે.એમ.કૈલા અને બી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન આ છેતરપિંડીમાં નાસતા ફરતા આરોપી જયકુમાર ધીરેન્દ્ર ભાઈ ત્રિવેદી (રહે. આકાશદીપ ટાવર ફ્લેટ નંબર 107, પાર્ક કોલોની કૃણાલ કોમ્પ્લેક્સની પાછળ, જામનગર) ને સુરતથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આ ગુનામાં હાલમાં પકડાયેલા આરોપીની ભૂમિકા એ હતી કે, તે આ ગુનાના અન્ય આરોપીના બેન્ક એકાઉન્ટ મુખ્ય સૂત્રધારને આપી બદલામાં કમિશન લેતો હતો. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તપાસ યથાવત રાખી છે. આ કામગીરીમાં વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.પટેલ તથા હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા અને જયભાઈ આદ્રોજા સાથે રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અંબિકા ટાઉનશીપ મેઇન રોડ પર રહેતા અને હાઉસિંગ ફાઇનાન્સ પેઢીમાં એરીયા ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરનાર દીપકકુમાર જયંતીલાલ પરસાણીયા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આરોપીઓએ એ55 એમએસસી સ્ટોક બુસ્ટ ગ્રુપ નામનું વોટસએપ ગ્રુપ બનાવી ફરિયાદીને તે ગ્રુપમાં એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 11.47 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પૈસા પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે જામનગરના આ શખસને ઝડપી લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech