જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુચના આપવામાં આવી હોય જેના પગલે ક્રાઇમ બ્રાંચ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમારની રાહબરીમાં તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે જામગનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપી જયેશ ઉર્ફે બાબુ બારોટ(ઉ.વ ૨૫ રહે. આંબેડકરનગર શેરી નં.૫ રામદેવપીરના મંદિર પાસે,એસ.ટી વર્કશોપ પાછળ,રાજકોટ) ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી જયેશ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સોયલ ટોલનાકે મારામારી અને ખુનની કોશિશનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં તે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી લીધા બાદ ધ્રોલ પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech