ફોબ્ર્સે વિશ્વભરના અબજોપતિઓની યાદી જાહેર કરી છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ ટોચના ૨૦ અમીરોમાં સામેલ છે. પરંતુ આ યાદીમાં બીજું આશ્ચર્યજનક નામ વિનોદ અદાણીનું છે જેઓ ૨૩.૪ અબજ પિયાની સંપત્તિ સાથે ટોચના ૧૦૦ અમીરોની યાદીમાં ૮૪મા સ્થાને છે.
ફોબ્ર્સ રિયલ–ટાઇમ બિલિયોનેર્સ રેન્કિંગ્સ ૨૦૨૪ મુજબ, વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, જે એક સમયે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યકિત બન્યા હતા. ફોબ્ર્સ અનુસાર, વર્ષ ૨૦૨૩માં વિનોદ અદાણીની નેટવર્થ ૯.૮ બિલિયન ડોલર હતી, જે વર્ષ ૨૦૨૪માં વધીને ૨૩ બિલિયન ડોલર થઈ ગઈ છે. એટલે કે માત્ર એક વર્ષમાં જ વિનોદ અદાણીની સંપત્તિમાં ૧૩૪ ટકાનો ઉછાળો આવ્યો છે.
ફોબ્ર્સ દ્રારા જાહેર કરાયેલા અબજોપતિઓની યાદી મુજબ ગૌતમ અદાણી ભારતીય નાગરિક હોવા છતાં તેમના મોટા ભાઈ ૭૫ વર્ષીય વિનોદ અદાણી ભારતીય નથી પરંતુ સાયપ્રસના નાગરિક છે. ફોબ્ર્સ અનુસાર, વિનોદ અદાણી દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાતમાં રહે છે અને બહત્પવિધ વિદેશી રોકાણ કંપનીઓ દ્રારા અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કયુ છે. ફોબ્ર્સ અનુસાર, વર્ષ ૨૦૨૨માં, અદાણી ગ્રૂપ ભારતીય કંપનીઓ અંબુજા સિમેન્ટસ અને સ્વિસ કંપની હોલ્સિમની એસીસી ખરીધા પછી દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની હતી અને આ સંપાદન વિનોદ અદાણીની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ દ્રારા ૧૦.૫ બિલિયન ડોલરમાં કરવામાં આવ્યું હતું. કોમોડિટી ટ્રેડિંગથી બિઝનેસ શ કરનાર અદાણી ગ્રુપ હવે પોર્ટ, એરપોર્ટ, પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ગ્રીન એનર્જી, એફએમસીજી અને સિમેન્ટ સેકટરમાં સતત વિસ્તરણ કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૩ માં, અમેરિકન શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથ પર નાણાકીય અનિયમિતતા અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂકયો હતો, ત્યારબાદ અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોને ફગાવી દીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાયરન મોક ડ્રીલનું આયોજન
May 07, 2025 04:12 PMસૌરાષ્ટ્ર્ર – કચ્છના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
May 07, 2025 03:49 PMયુદ્ધના અંદેશાથી સોનાના ભાવમાં ફરી થયો ભડકો: એક લાખને પાર
May 07, 2025 03:48 PMજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech