રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે બપોરે જૂનાગઢ ભાજપના પૂર્વ સાંસદ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપ અગ્રણી દિનુભાઇ સોલંકી આવી પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીને બ મળી તેમણે તેમના લેટરપેડ ઉપર એવી લેખિત રજુઆત કરી હતી કે ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના તેમના અથવા તો તેમના કોઈ પરિવારજનના નામે આવેલા ન્યારી ડેમ રોડ ઉપર આવેલ આદિનાથ ફાર્મ હાઉસ ન્યારીડેમના કેચમેન્ટ એરિયા ( પ્રતિબંધિત વિસ્તાર)માં આવ્યું હોય આ અંગે તપાસ કરી પગલાં લેવા માંગ છે. આ રજુઆત વેળાએ તેમની સાથે રાજકોટના ભાજપ અગ્રણી તેમજ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી તેજસભાઇ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર સંબોધીને પાઠવેલો પત્ર અક્ષરશ:નીચે મુજબ છે. આપ સાહેબનું ધ્યાન દોરવાનુ કે સરકારશ્રીની તેમજ માનનીય સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ્ર ગાઈડ લાઈન મુજબ સમગ્ર દેશમાં અને રાજયમાં સરકારી જમીનો ઉપર અનધિકૃત કબજાઓ બાંધકામો હટાવવામાં આવી રહયા છે અને તેના ભાગપે ગુજરાત રાજયના ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી દિવિજયસિંહ જાડેજા દ્રારા સમગ્ર જિલ્લામાં મનસ્વી રીતે કાયદાઓનું અર્થઘટન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્વભાવીક પણે નાગરીકો ઉપર અતિરેક થાય ત્યારે પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. મને મળેલી માહીતી મુજબ ગીર સોમનાથ કલેકટરશ્રી, દિવિજયસિંહ જાડેજા દ્રારા રાજકોટ જિલ્લામાં આવેલ ન્યારી ડેમના કેચમેન્ટ એરીયા (પ્રતિબંધિત વિસ્તાર) માં તેઓના નામે અથવા તેમના પરીવારના સભ્યોના નામે એક વિશાળ ફાર્મ હાઉસ કે જેનુ નામ ' આદીનાથ ફાર્મ ના નામથી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે. હત્પં એક જનપ્રતિનિધિના નાતે આપનુ ધ્યાન દો છું કે, આ અંગે આપના માધ્યમથી તાત્કાલીક તપાસ કરી એક દાખલાપ કાર્યવાહી કરી આ રાજયની સામાન્ય જનતાને પણ પ્રતિપાદ થાય કે દેશનું બંધારણ સહત્પ માટે સમાનતાના માપદંડથી કાર્યવાહી થાય છે. મારી સમગ્ર રજુઆતને યોગ્ય દ્રષ્ટ્રિથી જ મુલવશો. આપનો વિશ્વાસુ દીનુ સોલંકી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech