ગીરસોમનાથ પોલીસે પ્રોહીબિશન ડ્રાઇવ દરમ્યાન ઉના વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોમ્બિંગ કરી ૪૦૦ પેટી દાના ૨૧ લાખના પ્રોહીબિશનના કેસમાં બે મહીનાથી નાસતા ફરતા પાંચ આરોપીઓને પકડી પાડી તેમજ પ્રોહીબિશનના કુલ –૧૬ કેસો કરી કુલ ૧૩ આરોપીઓને .૩૭૦૪૫ના પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાએ જીલ્લ ામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગપે પ્રોહીબિશનની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને, એલસીબી, એસઓજી, ઉના, ગીર ગઢડા તથા નવાબંદર મરીન પોલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી જેમાં બે પીઆઇ, નવ પીએસઆઇ અને ૧૦૦ જેટલા પોલીસ સ્ટાફ દ્રારા સઘન પેટ્રોલીંગ રાખી રાત્રીના કોમ્બિંગ દરમ્યાન ૪૦૦ પેટી દારૂના કેસમાં નાસતા ફરતા કુલ–૦૫ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં જયારે ૧૬ જેટલી દારૂની સફળ રેડ કરવામાં આવી હતી ત્યારે કેટલીક શંકાસ્પદ જગ્યાએથી કઇં મળ્યું ન હતું. કાર્યવાહી દરમિયાન કુલ ૬૪,૫૭૦ના દેશી અને ઈંગ્લીશ દારૂ સહિતના મુદામાલ સાથે ૧૩ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. આ કોમ્બીંગમાં એલસીબી. ઈન્ચાર્જ પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ એ.સી.સિંધવ, એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણ, પીએસઆઇ એન.જી.વાઘેલા, ઉના પીઆઇ એમ.એન. રાણા, પીએસઆઇ આર.પી. જાદવ, પીએસઆઇ આર.એચ. સુવા, પીએસઆઇ જે.આર.ડાંગર, પીએસઆઇ પી.જી.જોશી તથા ગીરગઢડા પીઆઇ વાય.આર. ચૌહાણ, પીએસઆઇ એસ.એચ.ભુવા, પીએસઆઇ આર.એસ.લોહ તથા નવાબંદર ઇન્ચાર્જ પીઆઇ વી.કે.ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech