રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જયુબિલી ખાતે વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટની આજ રોજ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ મુલાકાત લઇ વેજિટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી તેમજ બાજુમાં આવેલ યુબિલી શાક માર્કેટની પણ મુલાકાત કરી હતી.
આજ રોજ મ્યુનિસિપલ કમિશનરએ યુબિલી ખાતેના કાર્યરત વેજિટેબલ કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટની મુલાકાત લઇ ખાતર બનાવવાની પધ્ધતિ વિશે માહિતી મેળવી હતી. આ પ્લાન્ટની કેપેસીટી પાંચ ટન વેજિટેબલ કચરામાંથી ખાતર બનાવવાની છે. યુબિલી ખાતેના પ્લાન્ટમાં વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે જેમાં યુબિલી શાક માર્કેટ, ફ્રત્પટ માર્કેટ અને હોકર્સ ઝોનમાંથી વેજીટેબલ વેસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે અને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.
ઉપરોકત મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સાથે પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુંવર અને પ્લાન્ટ ખાતેના અધિકારીઓ–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : યુદ્ધની પરિસ્થિતિના પગલે પોલીસ સતર્ક થઈ
May 09, 2025 12:13 PMજામનગર: ખાનગી મિલમાં યુવકનું નિપજ્યું મોત
May 09, 2025 12:10 PMતાલાલા પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાનો માહોલ
May 09, 2025 11:55 AMભાવનગરમાં પાંચ શખસોએ કરી યુવાનની સરાજાહેર કરપીણ હત્યા
May 09, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech