સોનાના સળગતા ભાવ વચ્ચે પણ લસરાની સિઝનમાં દાગીનાની માગ સતત વધી રહી છે. જોકે ઐંચા ભાવના કારણે લોકો હવે હેવી ગોલ્ડ વેલરીને બદલે વૂડન ગોલ્ડ વેલરી તરફ વળી રહ્યા છે. પરંપરાગત સોનાના દાગીના કરતા આ વુડન વેલરી દેખાવમાં મોટી છતાં લાઈટ વેઇટ છે અને આકર્ષક લુક આપે છે. સીસમના લાકડા પર ગોલ્ડના તાર અને મીના સાથે ડિઝાઇન કરેલી આ અનોખી વેલરી બજેટ ફ્રેન્ડલી પણ છે. વધતી મોંઘવારી અને સમયની સાથે તાલ મિલાવતા લોકો હવે સોનાની જગ્યાએ વૂડન ગોલ્ડ વેલરી પહેરવાનું પસદં કરી રહ્યા છે. વુડન વેલરી ઉપરાંત બજારમાં સ્ટોન વેલરી, પર્લ વેલરી, ડાયમડં વેલરી પણ ભારે ડિમાન્ડમાં છે.
સોની બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય મહિનાઓથી સોનાના સતત ઐંચા ભાવની ખાસ કરીને લસરાની સિઝનમાં દાગીના ખરીદવા માગતા ગ્રાહકોને ભારે અસર કરી રહી છે. હાલ સોનાનો ભાવ ૮૭ હજારને પાર પહોંચી ગયો છે. યારે ચાંદીનો ભાવ પણ ૧ લાખ પિયાથી વધુ બોલાઈ રહ્યો છે. આ કીમત આગામી દિવસોમાં વધુ વધી શકે છે. આમ છતાં, લોકો લસરાની સિઝનમાં દાગીનાની ખરીદીમાં પાછળ રહ્યા નથી
સીસમ લાકડાને પોલિશ કરીને બનાવાય છે વુડન વેલરી
આ વખતે સોનાના વધતા ભાવને કારણે ગ્રાહકો નવીન વિકલ્પ શોધી રહ્યા છે. મેટલ ગોલ્ડના બદલે વૂડન ગોલ્ડ વેલરી એક આકર્ષક અને પરવડે તેવી ઓલ્ટરનેટ બની છે. સીસમ લાકડાને પોલિશ કરીને તેની ઉપર ગોલ્ડના તાર, મીના અને કારીગરી દ્રારા ખૂબ સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે, જે દેખાવમાં હેવી વેલરી જેવું લાગે છે પણ વજનમાં હળવું હોય છે. લાકડાને સારી રીતે ટ્રીટ કરીને તેને મજબૂત બનાવવામાં આવે છે, જેથી તે લાંબા સમય સુધી ચાલે. ટ્રેડિશનલ ગોલ્ડ વેલરી કરતા આ વેલરી નવો વિકલ્પ બની રહી છે, કેમ કે તે બજેટમાં પણ આવે છે અને યૂનિક લુક પણ આપે છે.
૨૨ કેરેટના બદલે ૧૪, ૧૬ અને ૧૮ કેરેટની વેલરીની વધુ ડિમાન્ડ
બજારમાં ૨૪ કે ૨૨ કેરેટના ગોલ્ડની જગ્યાએ ૧૮, ૧૬ અને ૧૪ કેરેટની વેલરી વધુ લોકપ્રિય બની રહી છે. ગોલ્ડના વિકલ્પ તરીકે સિલ્વર અને સ્ટોનવેલરી પણ લોકપ્રિય બની રહી છે. ભારે દેખાવવાળી વેલરીની તુલનામાં હવે લોકો હળવી અને આકર્ષક લુક ધરાવતી વેલરી તરફ વળ્યા છે.
શાહી લૂક સાથે બજેટ ફ્રેન્ડલી વેલરીની માગ
સ્ટોન વેલરી, પર્લ વેલરી, ડાયમડં વેલરી, વુડન વેલરીમાં ૨૦ ગ્રામનો સેટ ફકત ૫ ગ્રામમાં બની જાય છે. ૧૫ તોલાની હેવી વેલરી માત્ર ૫ તોલામાં તૈયાર કરી શકાય છે. આ વેલરી ખાસ કરીને બ્રાઇડ માટે શ્રે વિકલ્પ બની રહી છે, કારણ કે તે શાહી લુક આપે છે અને બજેટ પણ જળવાઈ રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech