ગોંડલ નગર પાલિકાએ ૧૫માં નાણા પચં પાસ થતા સૌ પ્રથમ પીજીવીસીએલનું ૨,૩૪,૯૯,૯૬૦ રૂપિયાનું વીજ બીલ ભયુ છે. પીજીવીસીએલને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બાકી હતું. પીજીવીસીએલ દ્રારા નગરપાલિકાને અલગ અલગ વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ જેવા ૧૦૪ વીજ કનેકશનનું જોડાણ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા સહિતનાની રાય સરકારમાંથી વીજબીલની રકમ મેળવવા કરાયેલી મહેનત રગં લાવી હતી. નગરપાલિકાના હોદેદારોએ જણાવ્યું કે ૧૮ મહિનાથી બિલ ભરપાય થયું ન હતું. ૩.૮૫ કરોડની રકમ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. ૨,૩૪,૯૯,૯૬૦ પિયા સરકારમાંથી આવ્યા છે. હજુ વધારે રકમની માંગણી કરી છે. હજુ વધારે રકમ પાસ થશે તો વીજ બિલની તમામ રકમ ભરપાય કરી દેવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, વીજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણી, વાહન શાખાના ચેરમેનના પ્રતિનીધી સમીરભાઈ કોટડીયા સહિતનાએ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર એન.જે.મેં, ડેપ્યુટી એન્જીનીયર એસ.પી. કણસાગરા અને નાયબ અધિક્ષક એચ.બી.પટેલને ચેક આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનું ફરી તૂટયું: ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧ હજાર ઘટીને ૯૯,૭૦૦
May 08, 2025 03:40 PMપોરબંદરમાં ૧૯૬૫ના યુધ્ધના દસ્તાવેજી પુરાવાએ જૂની યાદ કરી તાજી
May 08, 2025 03:40 PMરાણાવાવમાં ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ
May 08, 2025 03:37 PMસીએમના હસ્તે થયેલ ડ્રોમાં આવાસ મેળવનાર અરજદારો ફોર્મમાં કાગળોની પુર્તતા કરી શકશે
May 08, 2025 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech