કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની રાહ જોઈ રહ્યા છે.આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહતની જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે, કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં સુધારો કરે છે, જેની સત્તાવાર જાહેરાત બાદમાં કરવામાં આવે છે. ચાલો જાણીએ કે, જો સરકાર DA વધારશે તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?
મોંઘવારી ભથ્થું કેટલું વધશે?
કેન્દ્ર સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે. CPI-IW ડેટા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરો માટે કરવામાં આવશે, જે જુલાઈ 2024થી લાગુ થશે.
કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો?
જો સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, તો આગામી ડીએ વધારો ટેક હોમ સેલરીમાં ઉમેરવામાં આવશે. જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર 55,200 રૂપિયા છે, તો 50% પર તેનું મોંઘવારી ભથ્થું 27,600 રૂપિયા છે. જ્યારે ડીએ વધીને 53 ટકા થશે તો તેમનું મોંઘવારી ભથ્થું વધીને 29,256 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીઓના પગારમાં રૂ. 29,256 - રૂ. 27,600 = રૂ. 1,656નો વધારો થશે.
1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે લાભ
કેન્દ્ર સરકારના કર્મચારીઓને મૂળભૂત પગારના 50% DA મળે છે, જ્યારે પેન્શનરોને મૂળભૂત પેન્શનના 50% DR મળે છે. છેલ્લી વખત ડીએમાં વધારો 7 માર્ચ, 2024ના રોજ કરવામાં આવ્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. ગત વર્ષે, ડીએ વધારો, 1 જુલાઈ, 2023થી લાગુ DA વધારાની જાહેરાત 18 ઓક્ટોબર, 2023 ના રોજ કરવામાં આવ્યી હતી. ડીએ રિવિઝન માટે સરકારની સમયમર્યાદાને ધ્યાનમાં લેતા, આગામી વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ વધારાથી એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
આ રીતે ગણવામાં આવે છે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થું કેવી રીતે વધશે તે CPI-IW ડેટા પર આધારિત છે. શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને આ ડેટા જાહેર કરવામાં આવે છે. આ ડેટાના આધારે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે કે સરકારી કર્મચારીઓનું ભથ્થું કેટલું વધવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech