મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યારસુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ મગફળીની ખરીદીની મર્યાદામાં વધારો કરીને ૨૦૦ મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
મંત્રીએ કહ્યું કે, ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળીનું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ. ૨૫૦ જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ ૩.૬૭ લાખ ખેડૂતોને કુલ રૂ.૧૫૩૦ કરોડનો સીધો લાભ મળ્યો છે.
નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ ૯૮ ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. જે પૈકીના ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ૬,૬૦૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે, તેવી મંત્રી પટેલે ખાતરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડબ્રેક ખરીદી કોઈપણ અડચણ વગર સુચારૂરુપે પૂર્ણ થાય તે હેતુથી દર અઠવાડિયે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ, કેન્દ્રિય અને રાજ્ય નોડલ એજન્સી તેમજ વખાર નિગમ સાથે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહીં, કૃષીમંત્રીએ કેટલાક ખરીદ કેન્દ્રોની પણ જાત મુલાકાત લઈ ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. મંત્રીથી લઈ સમગ્ર તંત્ર દ્વારા નાનામાં નાના ખેડૂતના એક ફોન કોલથી મળતી રજૂઆતને પણ ગંભીરતાથી લઈને ખરીદી પ્રક્રિયામાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપૂર્વક દેખરેખ રાખવામાં આવી હતી. ખરીદી સમયસર પૂરી થાય તે માટે જરૂરી ખરીદ કેન્દ્રો ખોલવા, પ્રત્યેક ખરીદ કેન્દ્ર પર જરૂરી બારદાન ઉપલબ્ધી, વધુ ખેડૂતોને બોલાવી ઝડપી ખરીદી થાય તે માટે ઉપયુક્ત તમામ વયવસ્થા, જરૂરી ગોડાઉનોનું આગતોરૂ મેપિંગ તેમજ ખેડૂતોને સમયસર ચુકવણું થાય તે તમામ બાબતો પર સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા અને ખેતી નિયામકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.
નોંધનીય છે કે, ગત ૮ ફેબ્રુઆરી બાદ પણ કેટલાક ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ખરીદી પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તમામ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMજૂનાગઢમાં ગેસ લાઈનમાં ભંગાણથી આગમાં ત્રણ મૃત્યુથી આક્રોશ
May 08, 2025 12:27 PMજામનગરના ગોકુલ નગરમાં વીજ ધાંધિયા
May 08, 2025 12:14 PMઓપરેશન સિંદૂર પછી વધુ એક્શન લેવાશે! ભારતીય વાયુસેનાને છૂટ આપવામાં આવી
May 08, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech