જાંબાઝ એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ કડક કાર્યવાહી : બે ડીવાયએસપી, ૫ પીઆઇ, ૧૫ પીએસઆઇ, ૧૦ ઘોડેશ્ર્વાર જવાનો સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો
બેડી સહિતના જુદા જુદા સ્થળો પર મેગા ઓપરેશન શરુ થતાં એસપી પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યાં હતાં પત્રકારો સાથેની વાતચીતમાં એવી ખુલ્લી ચેતવણી આપી હતી કે, જામનગરમાં ગુન્હેગારોને પોલીસ તંત્ર કાયદાના દાયરામાં રહીને માટીમાં ભેળવી દેશે... એમણે કહ્યું હતું કે ‘હમ ગુન્હેગારો કો મીટ્ટી મેં મીલા દેગે’
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં ફરી આજે પોલીસ કાફલા સાથે તંત્ર દ્વારા મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ડીવાયએસપી, પીઆઇ સહિતનો ૨૦૦ પોલીસનો કાફલો બંદોબસ્તમાં જોડાયો છે, સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવનારા માફીયાઓના સામ્રાજયને મીટાવી દેવા અને તપાસને વેગવંતી બનાવવા માટે સ્પે. ફોર્સની રચના કરવામાં આવી છે અને સધન કામગીરી હાથ ધરી છે.
એસપી પ્રેમસુખ ડેલુંએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર સિટીમાં શિક્ષિકાને આપઘાત માટે દૃષ્પ્રેરણ કરનાર અને વકીલ હારૂન પાલેજાની હત્યા કરનાર કુખ્યાત રજાક સાઈચા અને તેના ગેંગનાં સાગરીતો દ્વારા અલગ અલગ ૬ (છ) સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર રહેણાંક બંગલો, હોટેલ, ઓફિસ અને ઓરડીઓ પર ફરીથી ફરી વળ્યા છે બુલડોઝર, અગાઉ બેડી વિસ્તારના લોકોને ભયના ઓથર જીવવા મજબૂર કરનાર કુખ્યાત રજાક સાયચા અને તેની ગેંગનાં સાગરીતોના મસમોટા અતિ કિંમતી ૩ બંગલોને જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજરોજ ફરીથી રજાક સાયચા અને તેના સાગરીતોના અલગ અલગ ૬ સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર બંગલો, હોટેલ, ઓફિસ, કુલ - ૧૬ ઓરડીઓ, વાડોઓ પર હિટાચી અને બુલ્ડોઝર ફેરવીને જમીન પરાસ્ત કરવામાં આવેલ.
આ કામગીરી અગાઉ અમદાવાદ શહેરમાં કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન, બિલ્ડિંગ પર બુલડોઝરથી ધમરોળવા માટે જાણીતા અને હાલમાં જેઓને ડી.જી.પી. વિકાસ સહાયનાં વરદ હસ્તે સરાહનીય કામગીરી બદલ ડી.જી.પી. ડિસ્ક એવોર્ડ મેળવનાર યંગ ઓફિસર પ્રેમસુખ ડેલૂ નાં અસામાજીક તત્વો પર કડક પગલાંની ઓળખ છે.
જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલૂ એ જામનગર શહેરમાં જુગારનો અડ્ડો થી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાઇચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબ્જો કરેલ ૩ બંગલાઓ પર અગાઉ બુલડોઝર ફેરવીને જમીન પરાસ્ત કરી નાખવામાં આવેલ અને ત્યારબાદ ફરીથી તેના અતિ કિંમતી બંગલો, હોટેલ, ઓફિસ અને ઓરડીઓ પર હિટાચી અને બુલ્ડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી નાખવામાં આવેલ.
આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુન, ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત ૫૦ (પચાસ) કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે.
આમ, આવી અસામાજીક પ્રવુતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતા ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગયેલ છે અને પોલીસ પ્રત્યે ગર્વ સહ વિશ્વાસમાં વધારો થતો જોવા મળેલ છે.
આજે બેડેશ્ર્વર વિસ્તારમાં સાઇચા બંધુઓના ગેરકાયદે દબાણો હટાવવા માટે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું, એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપીના સુપરવીઝન હેઠળ સીટની રચના કરી છે, તપાસને વેગવંતી બનાવવા માટે સ્પે. ટાસ્ક ફોર્સની રચના થઇ છે જેમાં ડીવાયએસપી, ૨ પીઆઇ, ૩ પીએસઆઇ અને ૪ રાઇટરનો સમાવેશ થાય છે, આજે ડીમોલીશનની કાર્યવાહીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, અન્ય ડીવાયએસપી, સીટી-એ,બી,સી, એલસીબી, એસઓજીના ૫ પીઆઇ, ૧૫ પીએસઆઇ, ૧૦ ઘોડેશ્ર્વાર પોલીસ જવાનો મળી આશરે ૨૦૦ પોલીસનો કાફલો જોડાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech