ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે વેબ સીરીઝમાં જોવા મળશે
હંસલ મહેતા અને પ્રતિક ગાંધી ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે. આ વખત બંન્ને ગાંધી વેબ સિરીઝમાં સાથે જોવા મળશે. આ વેબ સિરીઝમાં અનેક હોલિવુડ સ્ટાર જોવા મળશે. જેમાં સૌથી મોટું નામ હેરી પોટર સ્ટાર ટૉમ ફેલ્ટનનું છે.
હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી વેબ સિરીઝ ગાંધીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આજે નિર્માતાઓએ ઈન્ટરનેશનલ આર્ટિસ્ટનું નામ જાહેર કર્યું છે. જે આ વેબ સિરીઝને સફળ બનાવવા માટે સંપુર્ણ તૈયારી કરી રહ્યો છે. આ સીરિઝમાં ટૉમ ફેલ્ટન જોવા મળશે જે હેરી પોર્ટરમાં જોવા મળ્યો હતો.
ટૉમ ફેલ્ટનની સાથે લિબ્બી માઈ, મૌલી રાઈટ,રાલ્ફ એડેનિયિ, જેમ્સ મરે, લિંડન એલેક્ઝેન્ડર, જોનો ડેવિસ, સાયમન લેનન અને અનય્ સ્ટાર જોવા મળશે. આ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી મહાત્મા ગાંધીના પાત્રમાં જોવા મળશે. તો કસ્તુરબા ગાંધીના રોલમાં ભામિની ઓઝા એટલે કે, તેમની પત્ની જોવા મળશે.
ટૉમ ફેલ્ટને કહ્યું હું લંડનમાં ગાંધીના પ્રારંભિક વર્ષોની કહાની બતાવવા માટે આ વેબ સિરીઝનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. આ ઈતિહાસનું એક સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે જેને પહેલા સ્ક્રિન પર દેખાડ્યું નથી અને હંસલ મહેતા અને પ્રતિક ગાંધીની સાથે કામ કરવું સન્માન અને ખુશીની વાત છે.
પહેલી વખત કોઈ વેબ સિરીઝમાં મોટા હોલિવુડ કલાકાર જોવા મળશે. એટલું જ નહિ પરંતુ અનેક બોલિવુડ સ્ટારનું પણ આ વેબ સિરીઝમાં શાનદાર કામ જોવા મળશે, આ વેબ સિરીઝ આઝાદી પહેલાની યાત્રા દેખાડશે.
મહાત્મા ગાંધીની શરુઆતની સ્ટોરી પણ આજ વેબ સિરીઝમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, હંસલ મહેતા અને પ્રતિક ગાંધી આ પહેલા સ્કેમ 1992માં સાથે કામ કરી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech