શહેરમાં રહેતી 45 વર્ષીય ત્યકતાને ફોન કરી મને તું બહુ ગમે છે, તારી સાથે પ્રેમ છે,તારા થકી ત્રણ-ચાર છોકરા પેદા કરવા છે જો તું તેમ નહીં કરવા દે તો દુષ્કર્મ આચરી બાળકો પેદા કરીશ તેવી ધમકી તથા ગાળો આપી હતી.આ શખસે વારંવાર ફોન કરી જાતીય સતામણી કરતા અંતે ત્યકતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ વિકૃત શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,શહેરમાં રહેતી 45 વર્ષીય મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોબાઇલ નં.90812 71696 ના ધારકનું નામ આપ્યું છે.મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે તેના છુટાછેડા થઇ ચૂકયા છે.ગત તા.31/1/2024 ના તેમના માતા ના ફોન પર અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો.બાદમાં તેણે ત્યકતા સાથે વાત કર હતી.
ત્યાર બાદ આ શખસ વારંવાર ફોન કરવાનું શરૂ કરી દીધું હતું અને બિભત્સ વાતો કરવા લાગ્યો હતો.તે મહિલાને કહેવા લાગ્યો હતો કે તું મને બહુ ગમે છે,તારી સાથે મને પ્રેમ છે.તારી સાથે સંભોગ કરી ત્રણ-ચાર છોકરા પેદા કરવા છે.જો તું સંભોગની ના કહીશ તો તારા પર દુષ્કર્મ આચરી છોકરા પેદા કરીશ.આમ કહી આ રીતે વારંવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી તથા ગાળો આપી ફોન પર ખરાબ ખરાબ વતો કરી જાતીય સતામણી કરી માનસિક ત્રાસ આપતા અંતે મહિલાએ આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354 એ, 507,504 મુજબ ગુનો નોંધી આરોપીના મોબાઇલ નંબરના આધારે તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી શરૂ કરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.કે.મોવલીયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech