સમાજે સાંસદને કર્તવ્યનિષ્ઠ ગણાવીને 10 વર્ષના કાર્યકાળની સરાહના કરી અને ત્રીજી ટર્મ માટે આપી શુભેચ્છા
જામનગર-12 લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમ કે જેઓને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે અને અગાઉના 10 વર્ષ ના કાર્યકાળ દરમિયાન જનતાની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ લાવવાની બખૂબી જવાબદારી નિભાવી છે. આવા કર્તવ્યનિષ્ઠ સાંસદ પૂનમબેન માડમને ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે પ્રચંડ સમર્થન આપ્યું છે. તેઓ ફરીવાર એટલે કે ત્રીજી ટર્મ માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉજવળ ત્રીજા કાર્યકાળમાં સાક્ષી બની અને તેમાં પુનમબેન માડમનું પણ યોગદાન જોડાયેલું રહે તે માટે સમગ્ર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
સાથોસાથ પૂનમબેન માડમ પોતાની ત્રીજી ટર્મમાં પાંચ લાખ મતોના વિશાળ માર્જિનથી વિજયી બને, તેવી પ્રભુ શ્રીરામ અને માતા જાનકીના ચરણોમાં સર્વે સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે અને સમગ્ર સાધુ સમાજ પૂનમબેન માડમને વિશ્ર્વાસ આપે છે, કે તેઓ હર હંમેશાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટી તેમજ પૂનમબેનની સાથે જ ઊભો છે અને હર હમેશા સમગ્ર સમાજ સાથે જ ઉભો રહેશે.
આ ઉપરાંત સાંસદ પૂનમબેનનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને આવનારો ત્રીજી ટર્મનો કાર્યકાળ પણ ખૂબ જ ઉજવળ બની રહે અને ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં જામનગરનો પણ ખૂબ મોટો ફાળો રહે, તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી હોવાનું ગોકુલનગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ કિશોરભાઈ એમ. દેવમુરારી તથા સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech