ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન ખેતીની જમીન ભાગમાં રાખીને મજૂરી કરતા હોય, તેમના પત્ની નરબદીબેન ભુગુભા રણસિંહ ડાગર (ઉ.વ. 41) સાથે ઘરના તથા મજૂરીકામ બાબતે ત્રણેક દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખીને ભુગુભાઈએ ગઈકાલે શુક્રવારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ નરબદીબેન ડાગરએ ભાણવડ પોલીસને કરી છે.
ફાયનાન્સની ઉઘરાણી બાબતે બેરાજાના યુવાન ઉપર છરી વડે હુમલો
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા પરબતભાઈ વિક્રમભાઈ ભોચીયા નામના 37 વર્ષના આહિર યુવાન પર બેરાજા ગામના વિપુલ રાયદેભાઈ આંબલીયા નામના શખ્સ દ્વારા છરીના છ ઘા ઝીંકીને તેમને બાવડામાં, પડખામાં, ડૂંટીના ભાગે તેમજ ગરદનમાં હુમલો કરી, લોહી લોહાણ કર્યાની તથા ફ્રેકચર સહિતની ઈજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી પરબતભાઈ અને આરોપી વિપુલ સાથે મળીને અગાઉ ફાયનાન્સનો ધંધો કરતા હતા. અગાઉ વિપુલે ભાવેશ નામના એક શખ્સને રૂપિયા સવા લાખ વ્યાજે રૂપિયા આપ્યા હતા. તે રૂપિયા કઢાવી આપવાનું આરોપી વિપુલે પરબતને કહેતા પરબતે આરોપી વિપુલને જાતે ભાવેશ પાસેથી પૈસા કઢાવી લેવાનું કહ્યું હતું. જે બાબતે થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શેર બજારમાં રોકાણ કરવાનું કહી, ગોરાણાના વેપારી સાથે રૂપિયા સોળ લાખની છેતરપિંડી
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા રાજશી હાદાભાઈ ઓડેદરા નામના શખ્સએ સંપર્ક કેળવી, અને તેમને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લાલચ આપી હતી.
આરોપી દ્વારા ફરિયાદ કાળુભાઈ પાસેથી તા. 4 જૂન 2024 થી તા. 29 ડિસેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન રૂપિયા 15 લાખ 95 હજારની રકમ મેળવી અને શેર બજારમાં રોકાણ કરવાના બદલે આ રકમ આરોપી પોતાના અંગત વપરાશમાં લઈ લીધી હતી.
આ પછી આરોપીએ ફરિયાદી કારૂભાઈના પૈસા તેમને પરત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. ઉપરોક્ત બનાવ અંગે ગોરાણા ગામના કારૂભાઈ ગોરાણીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સીમર ગામના આરોપી રાજશી ઓડેદરા સામે બી.એન.એસ.ની કલમ 316 અને 318 (4) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech