રાજકોટ મહાપાલિકાના બજેટમાં શહેરીજનો ઉપર ઝીંકાયેલો કરબોજ ન હટાવાય તો જોયા જેવી કરવાની ચિમકી આજરોજ મ્યુનિ.વિપક્ષ કોંગ્રેસએ ઉચ્ચારી છે, ભાજપના શાસકો મ્યુનિ.કમિશનરએ રજૂ કરેલા ડ્રાટ બજેટનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તમામ કરવેરામાં કરેલો વધારો પરત ખેંચવા તેમજ નવો લાગુ કરેલો ફાયર ચાર્જ પણ નાબૂદ કરવા વિપક્ષએ મેયર સમક્ષ લેખિત માંગણી કરી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીએ કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનરએ ૩૧૧૨.૨૮ કરોડનું ડ્રાટ બજેટ તૈયાર કયુ છે. જેમાં અનેક વિસંગતતાઓ છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્રારા ઘરે ઘરેથી ટીપરવાન મારફતે કચરો એકત્રિત કરવાનો દસ વર્ષીય કોન્ટ્રાકટ .૧૧૦૦ કરોડમાં આપ્યો તેના પગલે આગામી નાણાકીય વર્ષનું બજેટ વેર વિખેર થયું છે. કમિશનર દ્રારા ૨૦૨૫–૨૦૨૬ના બજેટમાં પ્રજાના ખિસ્સા ખંખેરવાનો જે પ્રયાસ કરાયો છે તે વ્યાજબી અને ઉચિત નથી.
ડોર ટુ ડોર ગારબેજ કલેકશનમાં ગત વર્ષે જે રહેણાક વિસ્તારમાં .૩૬૫ હતા એમાં ૪૦૦ ટકાનો વધારો સુચવી .૧૪૬૦ અને બિન રહેણાંકમાં .૧૪૬૦થી વધારીને .૨૯૨૦ સૂચવવામાં આવેલ છે. આ પ્રકારે આકરો ડામ લગાવવામાં આવનાર છે. વેરાની આવક ૪૫૦ કરોડથી વધારે ૬૦૦ કરોડ કરતા પ્રજા પર .૧૫૦ કરોડનો વધારો ઝીંકાયો છે આ જ રીતે મિલકત વેરામાં પણ .૪ અને .૫ નો વધારો સુચવાયો છે.
નવા વર્ષના બજેટમાં ફાયર ટેકસ છે અગાઉ ૨૦૧૮માં રદ કરાયો હતો તે નવા નાણાકીય વર્ષમાં રહેણાંકમાં ચોરસ દીઠ .૧૫ અને બિન રહેણાંકમાં .૨૫ સૂચવાયો છે. તો અમારી માંગ છે કે પ્રજા હાલમાં કારમી મોંઘવારીથી ત્રસ્ત છે તો નવા વર્ષમાં કરબોજથી પ્રજા વધુ આર્થિક સંકડામણ અનુભવશે.
રાજકોટ મહાનગરપાલિકાને કરબોજ વધારવાનો અભરખો જાગ્યો હોય તો હોડિંગો, ખાનગી પ્લોટો, અન્ય આવકના ક્રોત ઊભા કરી વેરા ધારકો પાસેથી વધુ વેરા વસૂલી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા ની સામાન્ય જનતા ને વ્યવસાયવેરા અને મિલકત વેરા બિલ માં સંપૂર્ણ વ્યાજ માફીની સ્કીમ આપવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરવામાં આવતા બિનજરી ખર્ચાઓ પર અને આ પ્રકારના ખર્ચા ઉપર કરકસરયુકત વહીવટ કરવામાં આવે એવી પણ અમારી માંગ છે. આ અમારી રજૂઆત ને પગલે રજા પર નવા વર્ષમાં હાલ અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે જીકવામાં આવનારા કરબોજ રદ કરાવી પ્રજાલક્ષી બજેટ આપવા અમારી માંગ છે આપ દ્રારા થયેલ કાર્યવાહીની જાણ કરશો તેમ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech