જો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા

  • May 07, 2025 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક સ્ત્રી ફેશનેબલ દેખાવા માંગે છે જેના માટે તે સ્ટાઇલિશ ડ્રેસ અને મેકઅપની મદદ લે છે પરંતુ ઉનાળાની ઋતુમાં ઓફિસએ પહોંચો એટલા સમયમાં પણ મેકઅપ બગડવા લાગે છે. તેથી, આ સમયે કામ કરતી મહિલાઓએ દરેક પ્રકારના ડ્રેસમાં સ્ટાઇલિશ દેખાવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો મોંઘા કપડાં અને જૂતા પહેર્યા હોય પણ તેમને યોગ્ય રીતે સ્ટાઇલ ન કર્યા હોય તો ખરાબ દેખાઈ શકો છો.


વ્યાવસાયિક દેખાવ જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તમારી સ્ટાઇલ અને પહેરવેશ પણ તમારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. જો ઓફિસમાં સાદા પોશાકમાં સ્ટાઇલિશ દેખાવા માંગતા હો તો ઓફિસની તૈયારી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


સ્માર્ટ અને સિમ્પલ કપડાં પહેરો


કાર્યસ્થળ માટે હંમેશા એવા પોશાક પસંદ કરો જે વ્યાવસાયિક અને આરામદાયક હોય. ઉનાળા માટે કોટન, લિનન અથવા ખાદી જેવા કાપડ યોગ્ય છે. સ્ત્રીઓ માટે ઉનાળામાં ઓફિસ માટે ટ્રાઉઝર અને સિમ્પલ સૂટ સાથે ટોપ અથવા શર્ટ વધુ સારો વિકલ્પ રહેશે. રંગની વાત કરીએ તો ગ્રે, બેજ, ઓફ-વ્હાઇટ, બ્લુ વગેરે જેવા ન્યુટ્રલ અથવા પેસ્ટલ શેડ્સ ઓફિસ માટે વધુ સારા છે. ખૂબ જ તેજસ્વી રંગો અને હેવી વર્કવાળા કપડાં કાર્યસ્થળ પર અને ઉનાળાની ઋતુમાં યોગ્ય નહીં લાગે.


ફૂટવેરનું પણ ધ્યાન રાખો


ઘરેથી ઓફિસ સુધી મુસાફરી કરવી અને ત્યાં લાંબા સમય સુધી તે ફૂટવેર પહેરીને રહેવું. તેથી, ફૂટવેર એવા હોવા જોઈએ કે જે સ્ટાઇલિશ અને આરામદાયક હોય. બેલી ફ્લેટ્સ, લો-હીલવાળા પંપ અથવા સ્માર્ટ સેન્ડલ એક સારો વિકલ્પ હોય શકે છે. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ફૂટવેર એવા હોવા જોઈએ કે તેને પહેરતી વખતે પરસેવો ન થાય, કારણ કે પગમાં પરસેવો થવાથી સમસ્યાઓ થઈ શકે છે.


ઓછામાં ઓછી એસેસરીઝ રાખો


એસેસરીઝ આપણા દેખાવને પૂર્ણ કરવાનું કામ કરે છે પરંતુ કાર્યસ્થળ માટે ઓછામાં ઓછા ઘરેણાં અને એસેસરીઝ પસંદ કરો. ઓફિસમાં પહેરવા માટે હળવા ઇયરિંગ્સ, સાદી ઘડિયાળ કે પાતળી ચેઇન યોગ્ય રહેશે. કુર્તી કે સૂટ સાથે હળવા વજનના ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પણ અજમાવી શકો છો પરંતુ વર્ક એન્વાયરમેન્ટમાં હેવી ઈયરિંગ્સ કે કોઈપણ પ્રકારના ઘરેણાં પહેરવા એ વધુ પડતું ડ્રેસિંગ ગણી શકાય. આ સાથે, બેગ પણ એવી હોવી જોઈએ કે જે ચામડાની ટોટ બેગ અથવા બેકપેક જેવો પ્રોફેશનલ લુક આપે.

હેરસ્ટાઇલ અને મેકઅપ


હેરસ્ટાઇલને ક્લીન અને વ્યવસ્થિત રાખો. પ્રોફેશનલ લુક માટે પોનીટેલ, બન અથવા સીધા વાળ યોગ્ય રહેશે. હળવા ફાઉન્ડેશન, ન્યુડ લિપસ્ટિક અને હળવા કાજલ અથવા મસ્કરાનો ઉપયોગ કરીને મેકઅપને મિનિમલ રાખો. હળવો મેકઅપ ઉનાળા માટે પણ પરફેક્ટ રહેશે. ઉપરાંત, ત્વચાના પ્રકાર અનુસાર મેકઅપ પ્રોડક્ટ્સ પસંદ કરો. ઓફિસ માટે ગ્લેમરસ કે પાર્ટી લુક ટાળો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application