રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇલેક્ટ્રિક એમ, કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.
આ બાબતે વધુમાં જણાવવાનું કે નાગરિકોને સીટી બસ તેમજ BRTS બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪ પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ તંત્રએ આ કાર્યવાહી કરી છે અને લોકોને મનપાના વાહન કે સિટી બસની બેદરકારી અંગે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લામાં માવઠાની માર: પાકને નુકશાનની ભીતિ
May 06, 2025 01:38 PMઆતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી
May 06, 2025 01:36 PMક્રેડીટ બુલ્સ કૌભાંડમાં જામનગર મહાનગરપાલીકાના એક પદાધિકારીના બે કરોડ ફસાયા.....?
May 06, 2025 01:23 PMલાલપુરમાં ૫૨.૪૬ લાખના શરાબના જથ્થા પર બુલડોઝર
May 06, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech