જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાબાદ પોરબંદરમાં પોલીસ દ્વારા માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ફિશિંગ કરતી વખતે સમુદ્રમાં કે માછલાના દંગામાં ક્યાંય પણ અજાણી વ્યક્તિ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની સુચનાથી તેમજ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને ગઇ તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલા અનુસંધાને દરિયાઇ સુરક્ષા બાબતે એલર્ટ રહી તકેદારી રાખવા તથા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ તેમજ હાલમા ૨૦૨૪માં આ કાયદામાં થયેલા સુધારા બાબતે પોરબંદર જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારના ફીશરમેનોને એવરનેશ કરવા હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સુભાષનગર ખાતેના પ્રાર્થના હોલમાં અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સ્થાનીક બોટ એસોસીએશનના આગેવાનો તથા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો આશરે ૨૦૦ જેટલા તેમજ એસ આર.ડીના સભ્યો હાજર રહેલ હતા જેમાં કીશીંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જેમ કે, અઢાર વર્ષથી નાની વયના બાળકોને ફીશીંગમા લઇ ન જવા,દરીયામા માશીમારી કરતી વખતે ફીશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતા ટોકન લેતી વખતે ટોકનમાં માછીમારો તથા ટંડેલની માહીતી સાચી અને પુરેપુરી આપવા તેમજ ટોકનની વીગતે મુજબના જ નામ વાળા માછીમારો એજ માછીમારી કરવા જે તે બીટ/પીલાણામાં જવા તેમજ ટોકન તથા આધાર કાર્ડ માછીમારી દરમ્યાન સાથે રાખવા સમજ કરેલ છે. ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમાં ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા સમજ કરેલ છે. અને જો કોઇ લાઈન તથા લાઇટ ફીશીંગ કરતા જણાઇ આવશે તો કાયદેશર કાર્યવાહી કરવામાં આવશે. આઈ એમ બી એલ ન ઓળંગવા અને આઈ એમ બી એલ નજીક હોય ત્યારે ગૃપમાં રહી માછીમારી કરવા સમજ કરેલ છે. હાલમાં જમ્મુ-કાશ્મીર રાજયમાં થયેલ આંતકી હુમલા જેવા બનાવ ન બને તે સારૂ નજીકના કારખાનાઓ તેમજ મચ્છીના દંગા તથા બોટોમાં કોઇ બાંગ્લાદેશી ઘુસણખોર/શંકાસ્પદ બહારની અજાણી વ્યક્તિની માહિતી મળી આવેતો સ્થાનિક આગેવાનો તથા નજીકની સુરક્ષા એજન્સીઓ તથા પોલીસને જાણ કરવા સમજ કરેલ છે. કોઇ પણ શોસીયલ મીડીયા મારફતે કોઇ મહીલા કે કોઇ અજાણી વ્યકતીની રીક્વેસ્ટ આવે તો અને તે મહીલા દ્વારા કોઇ પણ પ્રકારની લોભ લાલચ આપી દેશની સુરક્ષાને લગતી કોઇ પણ પ્રકાની માહીતી કે ફોટો/વીડીયો માંગે તો તેવી માહિતી નહી આપવા અને આવા પ્રકારની હની ટ્રેપમાં નહી ફસાવવા સમજ કરેલ છે. તેમજ દરીયાકાંઠા વિસ્તારમાં કે દરીયાની અંદર કોઇ શંકાસ્પદ બોટ કે વ્યક્તી જોવામાં આવે તો તરતજ નજીકના પોલીસ સ્ટેશન ખાતે તથા ઇમરજન્શી નંબર ૧૦૯૩ તથા ૧૦૦ નંબર પર જાણ કરવા સમજ કરી અવેરનેશ કાર્યક્રમ કરવામાં આવેલ છે.
કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ હાર્બર મરીન પો.સ્ટે.ના પો.ઇન્સ. એસ.ડી.સાળુંકે એસ.ઓ.જી. શાખાના પો.સબ ઇન્સ આર.પી.ચુડાસમા એ.એસ.આઇ. એમ.એચ. બેલીમ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નીયામક અધીકારી પોરબંદર તુષાર જે કોટીયા એ.એસ.આઇ કૈલાસભાઇ લોઢારી પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસીંહ પી સીસોદીયા પો.હેડ કોન્સ પરબતભાઈ બંધીયા પો કોન્સ કરશનભાઇ કાનાભાઈ હાજર રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન
May 07, 2025 03:03 PMયાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું
May 07, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech