જામનગરમાં ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતાં ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવવાથી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા અનાજમાં ૨૬,૨૫૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.૧૦,૨૩,૭૫૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.૧૦,૫૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.૧૬,૫૦૦નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સ્થળ પરથી ૪ રીક્ષા, ૧ મોટરસાઇકલ અને ૫ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, તંત્ર દ્વારા કુલ રૂ.૧૬,૫૧,૫૧૦ નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMદ્વારકામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
May 07, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech